Abtak Media Google News

જ્યારે બે લોકો એકસાથે રહેવાનું નક્કી કરે છે. ત્યારે ઘણા બધા એડજસ્ટમેન્ટ કરવા પડે છે. જ્યારે તમે માનસિક રૂપથી એડજસ્ટમેન્ટ માટે તૈયાર હોવ છો. ત્યારે તમારે કોઇ પ્રકારની બાંધછોડ કરવી પડે તો તમને વધુ પડતી તકલીફ પડતી નથી. સંબંધ ત્યારે જ બગડે છે. જ્યારે તમે પાત્રની ઓળખ કરવામાં થાપ ખાઓ છો. બાંધછોડ કરી શકતા નથી તે સમયે સંબંધ જોખમાય છે. તે સમયે જરુર હોય છે કે તમે તમારા જીવનસાથીની જ્યારે પસંદગી કરો તો સમજી વિચારીને કરો.

તમારું અને સંબંધનું મુલ્ય સમજી શકે તેવો લાઇફ પાર્ટનર હશે તો તમારું જીવન સરળ અને સંબંધ જીવનભર મજબૂત બનેલા રહેશે. કોઇપણ સમજદાર અને મેચ્યોર વ્યક્તિની પહેલી નિશાની તેની સમજદારી હોય છે. પછી તે સામાન્ય વાતચીત હોય છે કોઇ કાર્યને પર પાડવાનું હોય જો માણસ તેના મગજનો કમાન્ડ ગુમાવ્યા વગર કાર્ય કરે છે. તો તે માનસિક રૂપથી પ્રબળ અને ધીરજવાન કહેવાય જે વ્યક્તિ સાથે જીવન વિતાવવાનું છે તેની પાસે તમે આટલી તો અપેક્ષા રાખી જ શકો કે તે જીવનના દરેક તબક્કામાં તમારી સાથે ધીરજથી વર્તે આથી વ્યક્તિ પસંદગી વખતે તેના વ્યક્તિત્વનાં બીજા બધા પાસાની સાથે આ ક્વોલીટીની પણ તપાસ કરવી……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.