Abtak Media Google News

બી.કોમ, બી.બી.એ., એલ.એલ.બી., એમ.સી.એ, એમ.બી.એ સહિતની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો: યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીબીસીએસ પઘ્ધતિ અંતર્ગત સન-૨૦૧૮ પ્રથમ છ માસ દરમિયાન યુનિવર્સિટી દ્વારા લેવાનારી તમામ સેમેસ્ટર-૨, ૪ અને ૬ની પરીક્ષાનો પ્રારંભ થવાની તારીખો જાહેર કરવામાં આવી છે. તમામ પરીક્ષા માર્ચ-એપ્રિલ માસ દરમિયાન યોજાનાર છે. હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષાનો સમય સવારે ૧૦:૧૫ થી ૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે. ઉપરાંત બપોર બાદ ૨:૪૫ થી ૫:૩૦-૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. તમામ પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવશે. આ તમામ પરીક્ષાઓ જુદા-જુદા ૧૨ તબકકા મુજબ લેવામાં આવશે.

પ્રથમ વિનયન વિદ્યાશાખા તબકકામાં બી.એ. સેમ-૨ની ૩૧મી માર્ચ, સેમ-૪ની ૨૦મી માર્ચ, સેમ-૬ની ૮મી માર્ચથી પરીક્ષા લેવાશે. આ ઉપરાંત પ્રથમ તબકકાના એમ.એ. સેમ-૨ની ૨૬મી એપ્રિલ સેમ.૪ની ૧૭મી માર્ચથી પરીક્ષા લેવાશે. તેમજ એમ.જે.એમ.સી., એમ.લીબ, પી.જી.ડી.એમ.સી.ની પરીક્ષા પ્રથમ તબકકામાં લેવાનારા છે. બીજા તબકકામાં બી.એ. (બી.એડ) સેમ-૨ની ૩૧મી માર્ચથી અને સેમ-૪ની ૨૦મી માર્ચથી પરીક્ષા લેવાશે. ઉપરાંત બી.એડ (ન્યુ), (અંગ્રેજી), (ઓલ્ડ), એમ.ફીલ સેમ-૧ અને રની પરીક્ષા બીજા તબકકા દરમિયાન લેવાશે.

ત્રીજા તબકકામાં બી.સી.એ. સેમ-૨ની ૩૧મી માર્ચ, સેમ-૪ની ૨૦મી માર્ચ અને સેમ-૬ની ૮મી માર્ચથી પરીક્ષા લેવાશે. બી.એસ.સી. સેમ-૧ થી ૬ની ૨૬મી એપ્રિલથી પરીક્ષા લેવાશે. એમ.એસ.સી. સેમ-૨ની ૨૬મી એપ્રિલથી અને સેમ-૪ની ૧૭મી એપ્રિલથી પરીક્ષા યોજાનાર છે. આ ઉપરાંત બી.વોક, સી.ઓ.પી., ડી.એમ.એલ.ટી, પી.જી.ડી.સી.એ, એમ.એસ.સી.ને પરીક્ષા ત્રીજા તબકકા દરમિયાન લેવામાં આવનાર છે. આ ઉપરાંત બી.એ (એલ.એલ.બી) સેમ-૧ની પરીક્ષા ૮મી માર્ચ, સેમ-૨ની ૧૭મી એપ્રિલ, સેમ-૩ની ૨૦મી માર્ચ, સેમ-૪ની ૧૦મી એપ્રિલ, સેમ-૫ની ૨૦મી માર્ચ, સેમ-૬ની ૧૦મી એપ્રિલ, સેમ-૭ની ૩૧મી માર્ચ, સેમ-૮ની ૧૭મી એપ્રિલ, સેમ-૯ની ૮મી માર્ચ અને સેમ-૧૦ની ૮મી માર્ચથી પરીક્ષા લેવાશે. એલ.એલ.બી. સેમ-૨ની ૨૦મી માર્ચથી અને સેમ-૪ અને ૬ની ૮મી માર્ચથી પરીક્ષા લેવાશે.

બી.કોમ સેમ-૨ની ૩૧મી માર્ચ, સેમ-૪ની ૨૦મી માર્ચ, સેમ-૬ની ૮મી માર્ચથી પરીક્ષા લેવાશે. એમ.કોમ સેમ-૨ની ૨૬મી એપ્રિલ, સેમ-૪ની ૧૭મી એપ્રિલથી પરીક્ષા લેવાશે. બી.બી.એ સેમ-૨ની ૩૧મી માર્ચ, સેમ-૪ની ૨૦મી માર્ચ અને સેમ-૬ની ૮મી માર્ચથી પરીક્ષા લેવાશે. એમ.બી.એ સેમ-૨ની ૧૦મી એપ્રિલઅને સેમ-૪ની ૨૦મી માર્ચથી પરીક્ષા લેવામાં આવશે.હાલ તમામ પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટમાં મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.