Abtak Media Google News

ભારતીય રસોઇ ઘરમાં ધાણા મસાલા તરીકે ઉપયોગ થતી એક સામાન્ય વસ્તુ છે જે વાનગીને સ્વાદિષ્ટ બનાવવામાં મદદરુપ થાય છે. પરંતુ શું તમને ખબર છે ધાણાના બી ને તમે વજન ઘટાડવામાં ઉપયોગમાં લઇ શકો છો. ધાણા દાણાના અનેક હેલ્થ બેનિફિટ છે. આ ઔષધિ એક મિનરલ અને વિટામિન, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ અને વિટામિન એ, કે અને સી થી ભરપૂર છે.

ધાણાના દાણાનું રસોઇ ઘરમાં સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે ખાસ તો ફ્લેવર એડ કરવા માટે ધાણાની આગવી ભૂમિકા રહેતી હોય છે. ધાણાથી પાચનશક્તિ નિયત્રિંત બને છે તો તેનાથી અનિયમિત માસિક, તાવ, શરદી જેવી બિમારીઓમાં પણ રાહત મળે છે. આ ઉપરાંત ધાણા દાણાના અનેક બેનિફિટ છે માટે આ રીતે તમે ધાણાના દાણાનો વજન ઘટાડવામાં પણ ઉપયોગ લઇ શકો છો.

શું તમે જાણો છો ધાણા પલાળેલુ પાણી પીવાના કેટલા ફાયદા છે?

ધાણાનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હોય તો બે કપ પાણીમાં દોઢ ચમચી ધાણા દાણાને આખી રાત પલળવા  દો સવારે તેને અલગથી ગાળી તેનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે તમારે ધાણાદાણાને પાણી નાખી થોડા સમય માટે ઉકાળવા પડશે તમે આ પ્રક્રિયા એક મિનિટ માટે પણ કરી શકો છો જ્યારે સવારે ઉઠો ત્યારે આ પાણી પીવાથી શરીરમાં પાણીની કમી દૂર થશે. જો તમે બહારમાંથી તેના ધાણાદાણા લેવા માંગતા હોય તો બજારમાં પણ સરળતાથી મળી રહે છે. તેમાં પણ સૂકા બીજ લેવા કરતા જો લીલા ધાણા મળી જાય તો તે ઉત્પન્ન વિકલ્પ છે તેનું પાણી પીવાથી વજન ઘટે છે વિશ્ર્વાસ ન હોય તો અજમાવી જુઓ……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.