Abtak Media Google News

કાલે ટેડી ડે

ટેડી બીઅર એ કાંઈ ભૂલકાઓનું જ ખિલૌનું માત્ર નથી પરંતુ મોર્ડન યુગમાં તે જુવાન હૈયાનું ય ‘રમકડું’ બની ગયું છે. ખાસ કરીને ગર્લ્સને ટેડી ખૂબ ગમે છે. ટેડીથી માંડીને ટોય ટેડી અને પીલો ટેડી માર્કેટમાં ઉપલબ્ધ છે. કેટલીક કોલેજ ગર્લ્સ તો જયારે સૂવે ત્યારે ટેડીબીઅરને આલિંગન લઈને સૂવે છે.

એટલા પ્રિય હોય છે. વેલેન્ટાઈન વીકમા આવતીકાલે ટેડીબીઅર ડે છે. એટલે રાજકોટની ટોય શોપમાં ટેડીબીઅર ખરીદવાવાળાની ઘરાકી નીકળી હતી. શાણા વેપારીઓએ પણ ટેડીનો સ્ટોક કરી લીધો છે. ભાવ પણ વધારી દીધા છે. આવતીકાલે પ્રિય પાત્રને ટેડી બીઅરની ભેટ અપાશે એ બહાને મીઠીમધુરી બે વાતો પણ થશે. કદાચ વેલેન્ટાઈન ડે નો પ્રોગ્રામ પણ ‘સેટ’ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.