Abtak Media Google News

૨૦ માર્ચ ૨૦૧૮ના રોજ એસ.એેસ.સી. ગણિત વિષયની પરિક્ષાના પવનપત્ર અઘરુ નીકળતા વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ બોર્ડ નિર્ણય કરે તે માટે આજરોજ સ્વર્નિભર શાળા સંચાલક મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી છે.

સ્વર્નિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ધો.૧૦નું ગણિતનું પેપર ખૂબ જ અઘરુ નિકળ્યું હતું. બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પેપર ન નીકળતા ૧૦ માર્ક જેટલુ પેપર ઇન્બેલેંસ થાય છે. તેથી સ્વભાવિક રીતે વિદ્યાર્થીઓએ બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરતા હોય અને તેમાં જ્યારે ઇન્બેંલેરા થાય તો વિદ્યાર્થીઓનું મૂલ્ય નીચું જતું હોય છે. પેપરમાં ઘણા ખરા એમ.સી. ક્યુ એવા હતા કે જે ૬૦ મિનિટમાં સોલ્વ કરવાના હોય છે. પરંતુ ૧૦ એમ.સી.ક્યુ સીલ કરવા વિદ્યાર્થીઓને ૪ થી ૫ મિનિટ થઇ હતી.

વિદ્યાર્થીઓને આ વખતે સમય પણ ઓછો પડ્યો હતો.જ્યારે બી પાર્ટમાં પણ વિદ્યાર્થીઓને સમયની ત્રુટી પડી હતી. સ્વર્નિભર શાળા સંચાલકો દ્વારા શિક્ષણમંત્રી રજૂઆત કરવાની છે કે આવી રીતે જો પેપર સેટ કરવામાં આવે તો ચોક્કસ બાળકોને મોટી અસર થાય અને ખાસ કરીને ગણિતના પેપરમાં જ કેમ આવું થયું

આજે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ડી.ઇ.ઓ. દ્વારા હકારાત્મક જવાબ મળ્યો છે.

અમારી આ માંગણી ડી.ઇ.ઓ. શિક્ષણમંત્રી સુધી પહોંચાડવાન કાર્યવાહી કરશે.

આજની આ રજૂઆતમાં સ્વર્નિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ, અજયભાઇ પટેલ, મહામંત્રી ભરતભાઇ ગાજીપરા, ડી.કે. વાડોદરીયા, મેહુલભાઇ પરડવા, પુષ્કરભાઇ રાવલ સહિતના હાજર રહ્યાં હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.