Abtak Media Google News

ઓઇ ઇન્ડિયા કોર્પોરેટ ટુર્સ માટે ઓલટાઇમ ફેવરીટ રહેલું સ્કાયવેય્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ છેલ્લા ૧૫ વર્ષથી એર ટિકિટસ, પાસપોર્ટ, વીઝા, હોટલ બુકીંગ સહિત એ ટુ ઝેડ વ્યવસ્થા કરી આપવામાં આવે છે

Gujarat News | Rajkot

અબતક સાથેની વાતચીત દરમિયાન સ્કાયવેય્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના હિમાંશુભાઇ કોટેચાએ જણાવ્યું કે, તેમની પાસે છેલ્લા ૧૫ વર્ષથી એજન્સી છે, અમે બધા એફઆઇટી અને કોર્પોરેટ પેકેજીસ કરીએ છીએ. ઇન્ટરનેશનલ, ડોમેસ્ટીક, એર ટીકીટસ, પાસપોર્ટ, વીઝા, હોટલ બુકીંગ, ઇન્ડિયા અને ઓલઓવર વર્લ્ડમાં કરીએ છીએ. અમે કંપની ટુર્સ વધુ કરીએ છીએ. અમારે કોર્પોરેટ ક્લાઇન્ટ વધારે છે. આખા ઈન્ડિયામાં અહીંયાની કે મુંબઇ-પૂના વગેરેની કંપનીઓના ગ્રૃપ પેકેજ અહીંથીજ કરવામાં આવે છે. ડોમેસ્ટીકમાં અમે કેરાલા, ગોવા, હિમાચલ, સિમલા, મનાલી, કાશ્મીર, નૈનીતાલ, ઉટી, મૈસુર, બેંગલોર અને ઇન્ટરનેશનલમાં અમે દુબઇ, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયા, આફ્રિકા, મોરેશિયસ અને હમણાં શ્રીલંકાનું વધુ છે. અમે તેમને અહીંથી શરૂઆત થઇને ફ્લાઇટની ટીકીટ, વિઝા, હોટલ, સાઇટ સીન માટે કાર, ફૂડ વગેરેની વ્યવસ્થા કરી આપીએ છીએ. જો કોઇપણ ટુરમાં મુશ્કેલી આવે તે અમે મુસાફરોની પુરેપુરી કાળજી રાખીએ છીએ.

ભોજન સાથે ગુજરાતી ગાઇડના સંગાથે મુસાફરોને ભારતભરમાં હરવા-ફરવાનો લ્હાવો આપતું નવભારત ટુર્સ

Abtak Special
Abtak special

નવા ભારત ટુર્સ (નવભારત ટ્રાવેલ્સ સ્થાપના ૧૯૫૫) અમદાવાદ દ્વારા ગુજરાતની જાહેર જનતા માટે સ્પેશ્યલ ગુજરાત-કાઠીયાવાડી ભોજન સાથે ના પ્રવાસોનું આયોજન છેલ્લા ૬૬ વર્ષથી કરે છે. આ વર્ષે પણ સમગ્ર ભારતમાં ગુજરાતી ભોજન સાથે પ્રવાસનું આયોજન  કરેલ છે. જેમાં હિમાચલ, કેરાલા, સાઉથ, નોર્થ ઇસ્ટ, ચારધામ, લેહ લડા ઉત્તરાંખડ, ચંપારણ્ય પુરી કાશ્મીર, ગોવા, દુબઇ, નેપાળ, ભુતાન, પ્રવાસમાં સ્ટાર કેટેગરી હોટલ અને ગુજરાતી ગાઇડ સાથે રહેશે. વધુ વિગત માટે જયેશભાઇ કેશરીયા ૯૮૨૫૦૭૭૯૬૯, નીલેશભાઇ કેશરીયા ૯૯૨૫૮ ૦૪૦૭૬ રાજકોટ ખાતે ઓફીસે મળશે.

પ્રવાસીઓને ક્વોલીટી પેકેજીસ અને વધારે ફેસીલીટી ફાળવતા પટેલ ટ્રાવેલ્સના વિવિધ ટુર પેકેજીસ

Abtak Special
Abtak Special

ડોમેસ્ટીકમાં ફોરસ્ટાર હોટલ ઉપરાંત ઇન્ટરનેશનલમાં અન્ય ઘણીબધી સુવિધાથી ટુરીસ્ટ ખુશખુશાલ

અબતકસાથેની વાતચીત દરમિયાન પટેલ ટ્રાવેલ્સના જલ્પા રાજપૂતએ જણાવ્યું કે સમર માટે અમારી પાસે ડોમેસ્ટીકમાં હિમાચલ પ્રદેશ, દાર્જિલીંગ, બેગ્લોર, મૈસુર- ઊંટી વગેરે છે. જયારે ઇન્ટરનેશનલ ટુર્સમાં સિંગાપુર, મલેશીયા, યુરોપ, થાઇલેન્ડમાં બેંગકોક, પટાયા કેબ્રી ફેડટ દુબઇ, દુબઇ વીથ બાપીતારી સોટ ને એપ્લાન્ટીક પામ સાથેના અમારા પેકેજ છે.

ડોમેસ્ટીકમાં અમે ફોરસ્ટારની હોટલ આપીએ છીએ અને આપણું પેકેટએ ડિલક્ષ પેકેજ હોય છે અને અમે જે તે જગ્યાએ મુસાફરને લઇ જાય છીએ. ત્યાંનું  જ અમે ફુડ આપીએ છીએ. મુસાફરો ત્યાંનું ફુડ એન્જોય કરે તેવો અમારો આગ્રહ હોય છે.

જયારે ઇન્ટરનેશનલ ટુરમાં અમે ટુરગાઇડ સાથે મોકલીએ છીએ અમે ટુરમાં મુસાફરો જાય અને પાછા આવે ત્યાં સુધીની એ ટુ ઝેડની બધી જ ફેસેલીટી આપીએ છીએ.

દુબઇમાં હોટેલ કેટેગરી સારી આપી છીએ અને કયારેક પ્રોબ્લેમ થયો હોય તો શું કરવું. શું ન કરવું તેની બધી માહિતી આપવામાં આવે છે. ઘણી વખત ઇન્ટરનેશનલ ટુરમાં ગ્રાહકના વિઝન આવ્યા હોય તો આપણે તેને રીફંડ આપી દઇએ છીએ. અથવા તેને ત્યાં ગયા પછી જો હોટલ પસંદ ન પડે તો આપણે તેને હોટલ બદલાવી આપીએ છીએ. આ વખતે ઇન્ટરનેશનલ ટુરમાં સિંગાપુર-મલેશીયા – કુઝ યુરોપમાં જવાનું વધુ પસંદ કરે છે અને ડોમેસ્ટીકમાં હિમાચલમાં જવાનું પસંદ કરતાં હોય છે.વધુમાં તેમણે ગ્રાહકોને એક મેસેજ આવ્યો છે કે જયારે કોઇપણ જગ્યાએ ફરવા જવું હોય ત્યારે પેકેજના રેટ કમપેર ન કરવા જોઇએ. તેની કવોલીટી જુઓ તેઓ કઇ હોટેલ આપે છે કંઇ ફેસેલીટી આપે છે તે જોવું જોઇએ.

ફેમીલી એન્વાર્યમેન્ટમાં યોજાતા ટુર્સથી મુસાફરોમાં ફેવરીટ બનેલું ફેવરીટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ

Vlcsnap 2018 03 22 09H05M38S109

ર૦ વર્ષથી કાર્યરત કંપનીમાં લોકોને અનુકુળતા મુજબ બજેટમાં પેકેજ તૈયાર કરી આપે છે

દિલીપ વસરાણી (ફેવરીટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એમ.ડી.) એ કર્હ્યુ હતું કે અમારી કંપની ર૦ વર્ષ જુની કંપની છે. અમારી ખાસીયત એ છે કે અમારા દરેક પેકેજમાં અમારા છ ફેમીલી મેમ્બર્સ છે તે જ ટુર્સમાં જાય છે. અમે કોઇ પ્રોફેશનલ ગાઇડને રાખતા નથી.  લોકો ટુરમાં જાય તો ઘણા અલગ અલગ વ્યકિત સાથે ફરે તો તે ક્ધફયુઝ થઇ જાય માટે અમે અમારા ફેમીલી મેમ્બર્સ ને જ મોકલી છે. અને ખાસ તો એ કે અમે ટુરમાં લઇ જઇએ તે દરમીયાન કોઇનો બર્થડે આવે તો તેનો બર્થ ડે સેલીબે્રટ કરીએ છીએ. અતયાર સુધી ડીસ્કાઉન્ટ રાખતા હતા. આ વખતે જીએસટી ને કારણે રાખ્યું નથી. રાજકોટના લોકોને મારે એક સુચન આપવાનું કે અમદાવાદના લોકો સજાગ હોય છે કે ૪ કે ૬ મહીના પહેલા બુકીંગ કરાવી લે છે પરંતુ રાજકોટવાળા ઓ લેઇટ આવે છે અને અંતમાં વધારે પૈસા ચુકવે છે અને આયોજન વગર આવે છે અને લોકોએ ખાસ એ જોવું જોઇએ કે ટ્રાવેલ્સ કંપની ઓથોરાઇઝડ છે કે નહિ કેમ કે ઘણી કંપની ફોડ કરે છે અને ઉઠી જાય છે હીમાચલ જેટલી લોકપ્રિયતા કોઇ સેન્ટરની નથી.

ઉત્તરાંચલ હોય કે હિમાચલ, દાર્જીલીંગ હોય કે સિક્કિમ જીરાવાલા પાસે છે વિવિધ ટુરિઝમ પેકેજીસ

Vlcsnap 2018 03 22 09H05M18S171

ઓછા બજેટમાં વધારે સગવડતા મળતા લોકોમાં જીરાવાલા ટુરિઝમ પ્રત્યે વિશેષ આકર્ષણ

બિરેન ધ્રવ (જીરાવાલા ટુરિઝમ) બે કહ્યું હતું કે, અત્યારે ઉનાળામાં વેકેશનમાં જોઇએ તો વધારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ જવાનું પસંદ કરે છે અને તેમાં પણ હિમાચલ પ્રદેશ વધારે પસંદ કરે છે અને જવાવાળો વર્ગ ઇ બાજુ વધારે છે કાશ્મીરમાં વાતાવરણ સારુ ન હોવાથી ડરને કારણે લોકોત્યાં જતાં નથી. વેકેશનમાં લોકો ચારધામ પણ વધારે જાય છે. દાર્જીલીંગ અને સિકકીમ પણ વધારે છે. અને કસ્ટમરને પોતાના બજેટ મુજબ પેકેજ આપી છીએ. ઇન્ટરનેશનલમા આ વખતે સીંગાપુરની વધારે પુછપરછ છે અને ખાસ કરીને દુબઇ પણ વધારે છે. મંદીને કારણે બજેટ ઘટાડે છે પરંતુ ફરવાનું ટાળતા નથી.

વર્ષે ઓફર હોય છે પરંતુ આ વખતે જીએસટીને લીધે ડિસ્કાઉન્ટ ઓફર આપી નથી. પરંતુ અમે જે બજેટ આપ્યું છે તેમાં સગવડોમાં વધારો કર્યો છે.અમારા ગ્રુપ ટુરના મેનેજર હોય છે તે લોકોને ગાઇડ લાઇન આપે છે અને લોકોને માહીતી આપે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.