Abtak Media Google News

ન્યુ પટેલ કાર, મોમાઈ ઓટો, હરસિદ્ધિ સેન્ટ્રીંગ, નવજીવન સિરામીક, સાકરીયા મોટર્સ, ક્રિષ્ના મોટર્સ, ગાયત્રી ઓટો, શિવશકિત ઓટો, મેટ્રો મોટર, ક્રિષ્ના ક્ધટ્રકશન, બાબુભાઈ ડાંગર અને સંતોષ ઓટોએ ટીપીના પ્લોટમાં ખડકેલા દબાણો હટાવાયા

Dsc 2853શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મહાપાલિકાના અલગ-અલગ ટીપી પ્લોટ જાણે પોતાની માલિકીના હોય તે રીતે અહીં કાર મેળો ચલાવતા આસામીઓ સામે આજે કોર્પોરેશને લાલ આંખ કરી હતી. વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં અલગ-અલગ ટીપી સ્કીમ પર ખડકી દેવામાં આવેલા ૧૪ જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા. શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ટીપી સ્કીમ નં.૨૧ મવડી વાણિજય હેતુના રીઝર્વેશન પ્લોટમાં ફોર્ચ્યુન હોટલની બાજુમાં ન્યુ પટેલ કાર અને ઝુંપડા ઓરડી અને કેબિનનું દબાણ, પ્લોટ નં.૧૮-એમાં મોમાઈ ઓટો, ઓફિસ ‚મ, વોર્ડ નં.૧૮-એ માં હરસિદ્ધિ સેન્ટ્રીંગ, નવજીવન સીરામીક, પ્લોટ નં.૧૮-બીમાં સાકરીયા મોટર્સનું દબાણ, ‚મ અને ડેલો, ક્રિષ્ના મોટર્સનું દબાણ, ‚મ તથા ડેલો, ગાયત્રી ઓટો દ્વારા ખડકવામાં આવેલો વંડો, શિવશકિત ઓટોનું ‚મ તથા ડેલાનું દબાણ, મેટ્રો મોટર્સનું ‚મ તથા ડેલાનું દબાણ, ક્રિષ્ના ક્ધટ્રકશનનું ઓફિસ ‚મ સહિતનું દબાણ, આહિર બાબુભાઈ ડાંગરનું કમ્પાઉન્ડ વોલ સહિતનું દબાણ, ટીપી સ્કીમ નં.૨૧ મવડી વાણિજય હેતુ માટે રીઝર્વેશન પ્લોટ નં.૨૫-એમાં એક ઓરડી તથા કમ્પાઉન્ડ વોલનું દબાણ, પ્લોટ નં.૨૭-સીમાં પતરાવાળો ‚મ તથા પ્લોટ નં.૪૩-એમાં સંતોષ ઓટોનું પતરાવાળી ‚મ તથા ટોયલેટ બાથ‚મનું દબાણ દુર કરી આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં વર્તમાન બજાર કિંમત મુજબ ૯૭.૫૭ કરોડ રૂપિયાની આશરે ૭,૮૦૬ ચો.મી. જમીન ખુલ્લી

Dsc 2825કરાવવામાં આવી હતી.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.