Abtak Media Google News

પ્રથમ દિવસે ૨૦૦૦ ખેડુતો ઉમટી પડયામગફળી મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું

ચાર દિવસીય વાઇબ્રન્ટ  સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ  આજે સવારના સત્ર દરમિયાન  રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાદ્યાય અને ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં મંગલાચરણ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો વિશાલ એસી ડોમ સાથે ખુલ્લા મુકાયેલા આ વાઇ Dsc 3041

બ્રન્ટ  સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટમાં પેહેલા જ દિવસે મોટી સનાખ્ય મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા અને  વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રની જાણકારી મેળવી હતી

Dsc 3048

રાજકોટના મેયર જૈમનભાઈ ઉપસ્યાએ પણ સૌરાષ્ટ્રના ખેડૂતો અને બીજી તરફ સૌરાષ્ટ્રના ઉદ્યોગના પ્રદાનની વાત કરી હતી.ઓક્ટાગોં કોમ્યુનિકેશન્સ ના સી થઈ ઓ સંદીપ પટેલ અંશ સૌરાષ્ટ્ર મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે તમામ મહેમાનોને આવકારીને  વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રનું મહત્વ અંગે પોતાના પ્રતિભાવ અપાય હતા

સમીર શાહ  તેમજ સંદીપ પટેલે  જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ખેડૂતો લક્ષી ઘણી યોજના સૌરાષ્ટ્ર માં આવશે અને  ખાસ કરીને મગફળીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો  માટે હજુ ઘણી  પુષ્કર તકો છે અને મગફળીમાંથી જે બાય  પ્રોડક્ટ બનશે તે અંગે પણ કનેડર સરકાર સાથે વાટાઘાટો ચલાવીને નવો પ્રોસેસિંગ યુનિટ રાજકોટમાં શરુ થઇ તેવા પ્રયત્ન પણ હાથ ધરવામાં આવશે જેમાં પીનટ બટર ની ડિમાન્ડ આવનારા દિવસોમાં રહેશે તે અંગે પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છેDsc 3025 આજે પેહેલા દિવસે જ ખેડતુંતો પણ સવારથી જ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને વિવિધ સ્ટોલ ની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી અંદાઝે ૨૦૦૦ જેટલા ખેડૂતો આજે પેહેલા જ દિવસે આવી પહોંચ્યા હતા

ખેડૂતોની સાથે આજે ૧૦ જેટલા વિદેશી ડેલિગેશન પણ આવ્યા હતા અને મગફળી કપાસ અને ટેક્સ્ટાઇલ ક્ષેત્રે આફ્રિકન દેશમાં જે તક છે તવે અંગે વિસ્તારથી વાતચીત કરી હતી એ ઉપરાંત થાઈલેન્ડ અને નેધરલેન્ડના તાઞજ્ઞ અને એમ્બેસેડર પણ આવ્યા છે અનેતેઓએ પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું

આ વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમીટમાં મગફળી મહોત્સવનું પણ અનોખુ આકર્ષણ રહેશે. જેનો મુખ્ય હેતુ મગફળી ના ઉત્પાદન માંથી બીજી પેદાશો જેવી કે, બેવરેજીસ, કોશ્મેટીક્સ, પેઈન્ટ્સ, સ્ટેઈન્સ, સ્ટોક ફૂડ્સ, ડ્રાય કોફી, બટર, માયોનીજ, દવાઓ જેવી અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે અને સૌરાષ્ટ્રની મગફળીનેવિશ્વકક્ષાની  વસ્તુઓમાં વાપરી શકાય છે.

Dsc 3011

આ એકસ્પોમાં એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા ૧૨થી વધુ દેશો જેવા કે ઈઝરાઈલ, યુએસએ, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજ્યોમાંથી લોકો ભાગ લેશે.  કૃષિ ઉપરાંત કાપડ અને એપેરલ્સ, હસ્તકલા, ખાણકામ અને ખનિજો, ફીશીન્ગ અને મરીન સાલવેજ, ઈમારતી અને લાકડું, ઈમીટેશન દાગીના, ક્ધઝયુમર અને કીચન એપ્લાયન્સીસ, હેલ્થ ટુરીઝમ, રિયલ એસ્ટેટ અને સ્માર્ટ સીટીસ, કેમીકલ અને સિમેન્ટ, એન્જિનિયરિંગ અને મશીન સાધનો, કપાસ અને યાર્ન, ખાદ્ય તેલ, મેટલ ફેબ્રિકેશન હાર્ડવેર અને ઘણા બધા વિવિધ ક્ષેત્રો આ એકસ્પોનો ભાગ પણ જોવા મળશે.

Dsc 3005

અબતક સાથેની ખાસ વાતચીતમાં મેયર જૈમન ઉપાધ્યાયે મેળાના આયોજકોને સુંદર અને જ્ઞાનવર્ધક આયોજન બદલ શુભેચ્છા પાઠવી આભાર વ્યકત કર્યો હતો. જયારે સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશન (સોમા)નાં પ્રમુખ સમીર શાહે સમિટનાં ઉદેશ અને જરૂરીયાત અંગે ‘અબતક’ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૧૬ બાદ આ બીજી વખતના આયોજનમાં પ્રથમ વખતે રહી ગયેલી ત્રુટીઓને સુધારી લેવામાં આવી છે.

Dsc 3054પહેલા દિવસે સવારે ૧૧ વાગ્યા સુધીમાં બે હજાર જેટલા ખેડુતો રજીસ્ટ્રેશન કરાવી ચુકયા છે ત્યારે ચાર દિવસીય સમિટ દરમિયાન અંદાજે ૧૫ થી ૨૦ હજાર સૌરાષ્ટ્રભરનાં ખેડુતો આ વાઈબ્રન્ટ સમીટનો લાભ લેશે એવી આશા છે એમ સમીર શાહે અંતમાં જણાવ્યું હતું.

ઓકટાગોન કોમ્યુનિકેશન પ્રા.લી.નાં સીઈઓ સંદિપ પટેલે આયોજન અંગે અબતકને ખાસ માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના કૃષિ ઉત્પાદકોને વધુ સારી અને આધુનિક જાણકારી મળે અને કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝને પણ પોતાની પ્રોડકટને ઉપભોકતા સમક્ષ રજુ કરવાનું વ્યવસ્થિત પ્લેટફોર્મ મળે એવા ઉમદા આશયથી આયોજન કરવામાં આવેલ. વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટને ધાર્યા કરતા વધુ પ્રતિસાદ મળે એવું અત્યારથી જણાઈ રહ્યું છે.Vlcsnap 2018 04 20 13H20M00S47

આફ્રિકાના ધાના દેશનાં ડેલીગેશને ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં રાજકોટનાં ભરપેટ વખાણ કર્યા હતા. અહીંના કલ્ચરથી પ્રભાવિત ડેલીગેશને સ્થાનિક ખેતીલક્ષી ટેકનોલોજી વિશે ઉંડો રસ દાખવ્યો છે અને આફ્રિકન દેશોમાં સ્થાનિક ખેતી સંશોધનની ઉપયોગીતા અને જરૂરીયાત અંગે ખાસ રૂચી દર્શાવી હતી. આ પ્રકારનાં આયોજનથી બે દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સાથે એકબીજાની ટેકનોલોજીના આદાન-પ્રદાનથી બન્ને દેશોને આવનારા દિવસોમાં થનારા ફાયદા અંગે આશાવાદ વ્યકત કર્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં નાના ખેતરોમાં ઉપયોગમાં આવતા સનેડા નામના મીની ટ્રેકટર અંગે સાનંદ આશ્રર્ય વ્યકત કર્યું હતું અને તે અંગેની જાણકારીમાં વિશેષ રસ દાખવ્યો હતો.

Vlcsnap 2018 04 20 13H17M36S107

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.