Abtak Media Google News

૨.૫ એકરના વિશાળ કેમ્પસમાં બાળકોનો સર્વાંગી વિકાસ થશે: વૈજ્ઞાનિક પઘ્ધતિથી શિક્ષણ માટે લેબોરેટરી, લાયબ્રેરી અને કોમ્પ્યુટર લેબ સહિતની વ્યવસ્થા: વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની પુરતી સુવિધા.

ડિસ્કવર ગ્રુપ છેલ્લા ૧૬ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી રહ્યું છે. હવે શિક્ષણ ક્ષેત્રે નવુ સોપાન લઇ આવ્યું છે. આગામી તા.૧૬ને બુધવારે ડિસ્કવર ગ્રુપના નવા સાહસ રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.  વિદ્યાર્થીઓને ખોખડદડ ગામ, કોઠારીયાથી ૩ કિ.મી., કોઠારીયા રોડ, રાજકોટ ખાતે વૈજ્ઞાનિક પઘ્ધતિ તેમજ જ્ઞાન સાથે શિક્ષણ મળી રહેશે.

સ્કૂલમાં ધો.૧ થી ૧ર ઇંગ્લીશ તેમજ ગુજરાતી માઘ્યમમાં શિક્ષણ પીરસવામાં આવશે.

સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં ૨.૫ એકરના વિશાળ કેમ્પસમાં વિદ્યાર્થીઓને મ્યુઝિક, આર્ટ અને ક્રાફ્ટરૂમનું શિક્ષણ પણ અપાશે. ઇન્ડોર અને આઉટડોર રમતોના માઘ્યમથી વિદ્યાર્થીનું શારીરિક સૌશ્ર્ઠવ ખિલશે. સુરક્ષા માટે સંપૂર્ણ કેમ્પસનું સીસીટીવી કેમેરાના માઘ્યમથી મોનીટરીંગ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન ની પુરતી સગવડતા પણ આપવામાં આવશે. બાળકો માટે સુંદર ક્લાસરૂમ, સમુહ પ્રાર્થના માટે એસેમ્બલી હોલ, વાલીઓ માટે મીટીંગરૂમ સહિતની સુવિધા પણ સ્કૂલમાં રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ડિસ્કવર ગ્રુપની શરૂઆત સફળ મેનેજમેન્ટ, નિષ્ઠાવાન શિક્ષકો, વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ અને સફળતાના મંત્ર સાથે થઇ હતી. ત્યારબાદ ડિસ્કવર ગ્રુપ સતત વિસ્તરી રહ્યું છે. ડિસ્કવર સ્ટડી પોઇન્ટ, ડિસ્કવર પબ્લીક સ્કૂલ, ડિસ્કવર કિડ્સ, ડિસ્કવર સ્પોકન ઇંગ્લીશ બાદ હવે રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.