Abtak Media Google News

લોકોના પ્રશ્નોને સાંભળીને તેનું નિરાકરણ કરવાની ખાત્રી આપી: એસટી બસ વનવેનું પાલન ન કરે તો તેને ડીટેઇન કરવાનો હુકમ

બગસરામાં ડીવાયએસપી મોણપરા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામ આગેવાનો વેપારીઓ અને રાજકીય સામજીક સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં બગસરાના વિવિધ પ્રશ્નો જેવા કે વનડે ટ્રાફીક સમસ્યાની ચર્ચા આગેવાનો દ્વારા ડીવાયએસપીને કરવામાં આવી હતી જેની ડીવાયએસપીએ એસ.ટી. બસ વન-વેના નિયમ અનુસાર ન ચાલે તો તેને ડીટેઇન કરવાનો હુકમ કર્યો હતો. તે પ્રશ્નો ત્યાં નીકાલ કરવામાં આવ્યો હતો. તેમજ હામાપુર રોડ પર લુંટ થઇ રહી હોવાનું પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી તે પ્રશ્નોની ડીવાયએસપી એ નિરાકરણની ખાત્રી આપી હતી. આ તકે ઉપસ્થિત નાગભાઇ ધાધલ એવી રીબડીયા, રાજુભાઇ ગીડા, ભરતભાઇ ભાલાળા, અનકભાઇ વાળા, મુકેશભાઇ રાખોલીયા, યુનુષભાઇ બીલખીયા, અસગરભાઇ મયુર, છગનભાઇ હીરાણી, દીલીપભાઇ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા. આ તકે પી.આઇ આઇ.વી. રબારી પોલીસ સ્ટાફ ઉ૫સ્થિત રહ્યો હતો પી.આઇ. રબારી ને ડીવાયએસ પી મોણપરા દ્વારા જરુરી સુચનો કર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.