Abtak Media Google News

તમામ સરકારી કચેરીઓ, સરકારી કાર્યક્રમ, સહકારી ખાનગી સંસ્થાઓ, કોમર્શીયલ એરીયાઓ, સામાજીક પ્રવૃતિઓ, કેટરીંગ સર્વિસ સહિતનામાં સિંગલ યુઝ પ્લાસ્ટીક વાપરવા પર મનાઈ

કાલે વિશ્વ પર્યાવરણ દિવસથી રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનાં વપરાશ પર પણ પ્રતિબંધ લાદતું જાહેરનામું આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રસંગોમાં હવે પ્લાસ્ટીકની પાણીની બોટલ, ડિસ્પોઝેબલ ગ્લાસ, ચમચી, ડિસ કે ક્ધટેનર વાપરી શકાશે નહીં.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં નદી, તળાવ, વોંકળા, ખુલ્લા મેદાનો, રસ્તાઓ ઉપર ચોકકસ પ્રકારનાં પ્લાસ્ટીકનાં કચરાએ પડકારરૂપ સામ્રાજય ફેલાવ્યું છે. ઝાડ-પાન કે વનસ્પતીનાં સુકા-ભીના કચરા સાથે આ પ્લાસ્ટીકને સામાન્ય લોકો બાળીને હવાનું પ્રદુષણ ઉભું કરે છે. આ પ્લાસ્ટીક બાયોબ્રિગેડેબલ નથી. પ્લાસ્ટીકનાં ઉપયોગથી પર્યાવરણને મુળ સ્થિતિમાં લાવી ન શકાય તેવી હાની પહોંચે છે. જળસ્ત્રોતમાં પણ અવરોધરૂપ બને છે. ગટર કે વરસાદી નાળાનાં પાણીનાં વહેતા પ્રમાણે રોકી લે છે. આ પ્લાસ્ટીક બાળવાનાં કારણે હવાનું પ્રદુષણ ઉભું થાય છે જેનાથી શ્ર્વાસનાં રોગોની બિમારી થાય છે. જુદા-જુદા ખેતીનાં કામોને પણ આ સિંગલ યુઝ પ્લાસ્ટીક ખુબ જ બાધારૂપ થતું હોય છે. આવું પ્લાસ્ટીક ખાવાનાં કારણે ગાય સહિત અન્ય પશુઓનાં પણ મોત થયાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક એટલે કે એક વખત વપરાશ થતા પ્લાસ્ટીકમુકત કરવાની સુચના મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

તેઓએ ઉમેર્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે તમામ પ્રકારની પ્લાસ્ટીકની કેરી બેગ, પ્લાસ્ટીકના ફુલ અને ફુલદાનીઓ, વપરાતા પ્લાસ્ટીકનાં ચમચી, ગ્લાસ અને થર્મોકોલનાં કપ, ૨૦૦ એમએલ સુધીની પાણીની પ્લાસ્ટીકની બોટલો અને પેકેજ ડ્રીકીંગ વોટર, પ્લાસ્ટીકનાં ઝબલા અને પ્લાસ્ટીકનાં ફોલ્ડર પર પ્રતિબંધ મુકવો ખુબ જ‚રી છે. ધી ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ની કલમ ૩૭૬/એ હેઠળ આવતીકાલ એટલે કે ૫ જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસથી શહેરની તમામ સરકારી કચેરીઓ, સરકારી કાર્યક્રમો, સહકારી ખાનગી સંસ્થાઓ, કોમર્શીયલ એરીયાઓ, સામાજીક પ્રવૃતિઓ તથા કેટરીંગ સર્વિસમાં વપરાતા સિંગલ યુઝ પ્લાસ્ટીકનાં વપરાશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.