Abtak Media Google News

જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને તેમના પત્ની અનુજા ગુપ્તાના વાઉ વ્હીઝડમ ઓન વ્હીલ્સ પ્રોજેકટ હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ અપાવીને તેઓની ઉચ્ચ કારકીર્દી ઘડવાનો સરાહનીય પ્રયાસ

તારીખ ૩ જુન થી ૧૦ જુન સુધી વાઉ ના માધ્યમથી શાળા પ્રવેશ અભિયાન ચાલુ રાખવામાં આવનાર છે. જેમા તારિખ ૩ જુન ૨૦૧૯ રોજ રૈયાધાર વિસ્તાર મા ડો. ઝાકીર હુસેન પ્રાથમિક શાળામાં ઉદઘાટન કાર્યક્રમ સમ્પંન્ન થયેલ છે.

જેમાં સો પ્રથમ સરસ્વતી પુજન, દીપ પ્રાગટ્ય શાળા બાહ્ય બાળકો ના વરદ હસ્તે કરવામાં આવેલ. બાદમાં
મંચ પર આમંત્રિત મહેમાનોનૂં પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.ત્યારબાદ જિલ્લા કલેક્ટરના પત્ની અનુજા રાહુલ ગુપ્તા વાઉ, વ્હીઝડમ ઓન વ્હીલ્સની માહીતી આપી. બાદમાં મંચ પર હજર નિવાસી અધિક કલેકટર પંડ્યા સાહેબ એ સરકારના જુદા જુદા વિભાગોની કાર્યક્રમ સ્થળે મળવા પાત્ર યોજનાઓની માહીતી આપી. કાર્યક્રમનાં અંતે શાળા બાહ્ય બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવેલ. બાદમાં સરકારના વિવિધ ખાતાની યોજનાઓના લાભ ૬૨૩ લાભાર્થીએ મેળવેલ છે.

Under-The-Wow-Project-Children-Of-The-Laborers-School-Entrance
under-the-wow-project-children-of-the-laborers-school-entrance

“વાઉ, વ્હીઝડમ ઓન વ્હીલ્સ,” રાજકોટ જિલ્લા સેવા સદન, ના સામાજિક ઉપક્રમે શરુ કરેલ છે.સમાજના પછાત તથા નિર્બળ  લોકોનો વિકાસ કરીને તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટેનો કાર્યક્રમ છે. વાઉના માધ્યમથી શહેર ની દરેક ઝોપડપટ્ટી ના શાળા બહારના બાળકો નો અભ્યાસ કરવામાં આવેલ, જેમા ખુબજ મોટા પ્રમાણમાં શાળા બહારનાં બાળકો જોવા મળેલ. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માથી આવેલ મજદૂરોંના બાળકો શાળામાં અભ્યાસ માટે આવતા નથી. તેનૂ મુખ્ય કારણ આ મજદૂરોં કામ માટે સ્થળાંતર કરતા રહે છે.

Under-The-Wow-Project-Children-Of-The-Laborers-School-Entrance
under-the-wow-project-children-of-the-laborers-school-entrance

શાળાએ ન આવતા બાળકો – ભીક્ષાવૃત્તિ, બાળ મજૂરી, કચરો વિણવો, ઘર સંભાળવૂ, નાના ભાઈ બહેનોંનુ ધ્યાન રાખવુ, ઘરકામ વગેરે કામ કરે છે. તેથી તમામ શાળા બહારના બાળકોને સ્કૂલમા દાખલ કરીને તંદુરસ્ત સમાજ નિર્માણનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.