Abtak Media Google News

વાવાઝોડામાં દુર્ઘટના ટાળવા વહિવટી તંત્રની સુચના બાદ કાર્યવાહી

સૌરાષ્ટ્રમાં બિપરજોય ચક્રવાતની અસર દેખાવા લાગી છે ત્યારે દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવ2 ટ્રાન્સમીટ2નો ટાવર ક્ષતિગ્રસ્ત થયો હતો. નેવું મીટર ઉંચો આ ટાવર વાવાઝોડાંને કા2ણે ધરાશાયી થાય તો ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી. જીલ્લા વહીવટી તંત્રે મામલતદાર મા2ફત આ ક્ષતિગ્રસ્ત ટાવરને તાત્કાલિક ઉતારી લેવા વિનંતી કરી હતી.

રાજકોટ-આકાશવાણીના ઉપમહાનિર્દેશક રમેશચંદ્રે તાત્કાલિક દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને આ ટાવરને તોડી પાડવા મંજૂરી માંગી હતી. પ્રસાર ભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ તત્કાલ મંજૂરી આપતાં 2મેશચંદ્ર ઉપરાંત ઉપ નિર્દેશક પ્રવીણ ભંખોડિયા, સહાયક ઇજનેર દિવાકર ચોરસિયા સહિતની ટીમ દ્વારકા પહોંચી હતી અને ટાવરને તોડવાની કામગીરી શરૂ કરાવી હતી.

દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી સુપેરે પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, બીપો2જોય ચક્રવાતની અસ2થી નેવું મીટરના વિશાળકાય ટાવરને ધરાશાયી થવા દેવાને બદલે સમયસર તોડી પાડીને પ્રસાર ભારતીએ દુર્ઘટના નિવા2ી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.