Abtak Media Google News

ગાંધીનગર સમાચાર

આવતીકાલથી અમદાવાદ શહેરમાં રીવર ફ્રન્ટના ફ્લાવર ગાર્ડન શોનો પ્રારંભ થશે આવતીકાલથી 15 જાન્યુઆરી સુધી આ શો ચાલશે ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે સાત લાખ કરતા વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર ટ્રકચર બનાવવામાં આવ્યું છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ત્યારે આજે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત દ્વારા ફ્લાવર શો ની મુલાકાત કરવામાં આવી હતી.

ફ્લાવર શોમાં મુખ્યત્વે વડનગરના તોરણની પ્રતિકૃતિનું આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ ,નવું સંસદ ભવન, કાર્ટુન કેરેક્ટર ,મોઢેરા સૂર્યમંદિર સાત ઘોડા, ચંદ્રયાન, મહિલા સશક્તિકરણ જેવી વિવિધ ટીમ પર પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે ફ્લાવર શોમાં ડાયન્સ જેવી વિવિધ સાત લાખ ફૂલોની જાતથી એક લાંબુ ફ્લાવર સ્ટ્રકચર જોવા મળશે તમામ પ્રકૃતિ ફ્લાવર બેડ સાથે જુદા જુદા ફ્લાવર શોમાં આવતા લોકો માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ ફી ₹50 રાખવામાં આવી છે.Screenshot 16 2

શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂપિયા 75 ફી પેટે વસૂલવામાં આવશે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ફી માં વધારો કરવામાં આવ્યો છે જ્યારે કોર્પોરેશન દ્વારા 12વકે તેથી નાના વર્ષના બાળકોની ફીમા મુક્તિ આપવામાં આવી છે શાળાના બાળકોને પણ પ્રવેશ ફ્રીમાં મુક્તિ આપવામાં આવી છે સાથોસાથ 15 જેટલા ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે અને મિલેટ્સની વાનગીઓ પણ ત્યાં મળશે ત્યારે નર્સરી સહિતના સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને ભવ્યાથી ભવ્ય આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે જે આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવશે.

વિશાલ સાગઠિયા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.