Abtak Media Google News

Table of Contents

Screenshot 3 45 360 જેટલા દિવ્યાંગોના શિક્ષકોને ભરતી કરવામાં આવશે: ઝડપથી ભરતી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

પાર્ટી અને પ્રજાજનોના સપોર્ટ અને વિશ્વાસથી આજે મને મંત્રીપદ મળ્યું છે: કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા

દિવ્યાંગોના પ્રશ્ર્નોને વાચા આપવા માટે ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજિંગ તંત્રી સતીષ કુમાર મહેતા અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વચ્ચે સઘન ચર્ચા

રાજકોટમાં રાજકીય કરીરની શરૂઆત બાદ પાચ વર્ષના વનવાસ (ધારાસભ્યથી દુર) પર થતા બાદ ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી બન્યા બાદ પહેલીવાર ’અબતક ’ મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ અનેક સંસ્મરણો અને યાદો પણ વાગોળી હતી. આ સાથે અતિ સંવેદનશીલ અને પ્રજા વચ્ચે રહીને કાર્ય કરતા ભાનુબેન બાબરિયાએ પ્રજાજનો અને પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ અંગે અબતક સાથેની વાતચીતમાં સમાજ કલ્યાણ મંત્રી ભાનુબેન બબ્રિયાઓએ અનેક તર્ક વિતર્કો પર ચર્ચા કરી હતી. ત્યારે ’ અબતક ’ મીડિયા હાઉસના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા અને મંત્રી ભાનુબેન બાબરીયા વચ્ચે દિવ્યાંગોના અનેક પ્રશ્નોને વાચા આપી તેના પર સઘન ચર્ચા કરી હતી. આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ દિવ્યાંગોના પ્રશ્નો સાંભળી તેના પર હકારાત્મક વલણ દાખવી મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા અંગે જણાવ્યું હતું.

અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, મિનિસ્ટર બન્યા બાદ દિવસમાં બાર કલાક સુધી કામગીરી ચાલી રહી છે. આ કામગીરી કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને પ્રજાજનોએ વિશ્વાસ મૂક્યો તેના માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતું કે લોકોની વચ્ચે રહીને કામ કરવું વધુ પસંદ છે. જેથી પ્રજાને લાગતા પ્રશ્નો તુરંત જાણી શકાય છે. આ સાથે અનેક વાતોને વગોળતાં અનેક સંભારણા પણ વાગોળ્યા હતા.

સમાજ કલ્યાણ અને અધિકારીકતા મંત્રી ભાનુબેન બાબરીયાએ દિવ્યાંગો માટે વધુ સહાય અને યોજનાઓ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણાઓ કરી છે. જે જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં એવી તે સેવાકીય અને યોજનાકીય હોવાથી ભાનુબેન બાબરીયા દ્વારા પરિપક્વતાની આ જવાબદારી નિભાવવાની તક મળી તે સદભાગ્ય છે. દિવ્યાંગો માટે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વધુ કરી કરશે તેમજ દિવ્યાંગના શિક્ષકોને પગાર પ્રશ્ન પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

Dsc 0321

ભાનુબેન બાબરીયાનો સ્વભાવ હજુ પણ એટલો જ સંવેદનશીલ

રાજકોટમાં ધારાસભ્ય ચૂંટાયા બાદ ભાજપ દ્વારા ભાનુબેન બાબરીયાને મોટી જવાબદારી શોપી તેમને સમાજ કલ્યાણ અને અધિકારીતાના મંત્રી તરીકે નિમણૂક કરી હતી. પરંતુ પાચ વર્ષ સુધી પદથી દુર રહેવા છતાં પણ ભાનુબેન બાબરીયા સતત પાર્ટી અને પ્રજા માટે

કાર્યશીલ રહ્યા હતા. ગાંધીનગર કેબિનેટ મંત્રી બન્યા બાદ પણ હજુ ભાનુબેન બાબરીયા દિવસના 12 કલાક સુધી કરી કરે છે. એટલું જ નહિ આટલું મોટું પદ મળ્યા છતાં પણ પ્રજા વચ્ચે રહેવા માટે તે નાના કાર્યક્રમોમાં પણ હાજરી આપવા માટે અચૂક પહોંચી જતા હોય છે.

વર્ગ-3ના અધિકારીઓનો ઉત્સાહ વધારતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા

મિનિસ્ટર બન્યા બાદ ભાનુબેન બાબરીયા દિવસમાં 12 કલાક સુધી કાર્યશીલ રહે છે. એટલું જ નહિ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનથી ભાનુબેન બાબરીયાએ પોતાના સ્ટાફની જાતે જ સારસંભાળ રાખવાનું શરૂ કર્યું છે. તેમને વર્ગ – 3ના અધિકારીઓ માટે એક મુહિમ શરૂ કરી છે. જેમાં કામગીરીના કલાકોથી વધુ કામ કરતા અધિકારીઓ

સાથે બેસી તેમની સાથે કામ સિવાયની વાતો કરી થોડા હળવા મૂડમાં લાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેથી અધિકારીઓ કામ કરવા માટે વધુ પ્રેરિત અને ઉત્સાહિત થાય છે. કેબિનેટ મંત્રી બન્યા બાદ ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સ્ટાફના જન્મદિનની ઉજવણી શરૂ કરી અને જેમાં સૌપ્રથમ પટ્ટાવાળા કર્મીની જન્મદિન ઉજવવા માટે ખુદ ભાનુબેન બાબરીયા હાજર રહ્યા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ ઓડિયો લોજિસ્ટની ભરતી કરવામાં આવશે

અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા પ્રજાજનોને લગતા અનેક પ્રશ્નો પર પ્રકાશ પાડવામાં આવ્યા હતા. જેમાં મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી દર્દીઓની સુખાકારી માટે તાત્કાલિક ધોરણે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લગતો ઓડિયો લોજિસ્ટનો પ્રશ્ન સોલ્વ કરવા પ્રયત્ન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં આવતા કાનની તકલીફના દર્દીઓ માટે ભાનુબેન બાબરીયાએ ધ્યાન આપી દર્દીઓને સારવાર પૂરી પડી રહે તે માટે ઉપર લેવલે વાત કરવામાં આવશે. ચાઈનાના મશીન દ્વારા દર્દીઓને અનેક તકલીફો ભોગવી પડતી હોય છે. જેના સંદર્ભમાં અન્ય સુવિધાઓ આપવા માટે ભાનુબેન બાબરીયા પોતાના પાવરનો ઉપયોગ કરી દર્દીઓની વાતોને વાચા આપશે.

નારી સંરક્ષણ ગૃહમાં રૂ.20 હજારની સહાય વધારીને રૂ.2 લાખ કરાઈ

નારી સંરક્ષણ યોજના અંતર્ગત લાભાર્થીઓને અત્યાર સુધી રૂ.20,000ની સહાય આપવામાં આવતી હતી. પરંતુ ભાનુબેન બાબરીયાને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી બનાવ્યા બાદ તેઓએ નારી સંરક્ષણ યોજનામાં લાભ વધારવામાં આવ્યો હતો.અત્યાર સુધી આ યોજના અંતર્ગત રૂ.20,000ની સહાય મળતી હતી પરંતુ હવે આ યોજનામાં રૂ .2લાખ સુધીની સહાય મળી રહેશે.

ભાજપ સરકારની નીમ, માનવી ત્યાં સુવિધા: ભાનુબેન બાબરીયા

અબતક સાથેની વાતચીતમાં લોકોને સંદેશો આપતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયએ જણાવ્યું હતું કે, મિનિસ્ટરી બન્યા બાદ 100 દિવસમાં સિદ્ધિ પૂરી કરવાની હતી. ભાજપ સરકારની નીમ છે કે જ્યાં માનવ ત્યાં સુવિધા તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના માર્ગદર્શન હેઠળ સરકાર કાર્યરત છે. વાવાઝોડામાં પણ ઉપરથી નીચે સુધીના લેવલ પર તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ એક જૂથ થઈ સામનો કર્યો હતો જેના હિસાબે રાજ્યમાં વાવાઝોડાના હિસાબે એકપણ જાનહાનિ થઇ ન હતી. આ સાથે મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે રાજકોટને એઇમ્સની ભેટ મળી, આંતરાષ્ટ્રીય એરપોર્ટ

પણ બની રહ્યું છે. જનાના હોસ્પિટલ આકાર લઇ રહ્યું છે તેની સાથે રાજકોટ પણ પ્રગતિના પંથે હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે ભાનુબેન બાબરીયાએ મહિલાઓ માટે કરી કરી જીઆઇડીસી માટે પણ મહિલાઓની માંગણી કરી છે. તેમજ પ્રજાજનોના પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ માટે પણ સરકાર સતત કાર્યશીલ હોવાનું જણાવ્યું હતું.

દિવ્યાંગ માટે સાઈન લેન્ગવેજ વધુ સક્રિય કરવામાં આવશે

સમાજ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા દિવ્યાંગોની સ્થિતિને ધ્યાને રાખી તેમના પ્રત્યે સંવેદનશીલ મંત્રીએ સંવેદન વલણ અપનાવી તેમની સુવિધાઓ અને સવલતો માટે અનેક વિવિધ મુદ્દાઓ પર મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા ચાલતી હોવાનુ જણાવ્યુ હતુ. એટલું જ નહિ પરંતુ બહેરા અને અંધ લોકો માટે તેમની સાઈન લેન્ગવેજ પણ વધુ સરળ બને અને તેઓ વધુ સરળતાથી લોકો સાથે સંવાદ કરી શકે તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.