Abtak Media Google News

કુદરતની રચના અને સંરક્ષણનો સમન્વય એટલે રોગપ્રતિકારક શક્તિ…..

કોરોના મહામારી  ફેલાયા બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે. લોકો હવે શરીરને બહાર અને અંદર એમ બંને તરફથી સ્વસ્થ રાખવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. કોઇ પણ બીમારીથી શરીરને સુરક્ષિત રાખવા માટે વિટામિન અને મિનરલ  મહત્વની ભૂમિકા ભજવે છે. તે હાડકાઓ-સ્નાયુઓ અને ત્વચાના વિકાસમાં, વિવિધ કોશિકાઓને સાજી કરવી અને ઇમ્યુનિટી ને વધારવાનું કામ કરે છે.રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સૌથી વધુ ઉપયોગી છે.

વિટામિન સી. ખાટા ફળો અને લીલા શાકભાજીઓમાં આ વિટામિન જોવા મળે છે. જેમ કે પાલક, દૂધી, બેલ પેપર, સ્પ્રાઉટ, સ્ટ્રોબેરી, પપૈયુ, સંતરા, બ્રોકલી વગેરે. ડોક્ટરની સલાહ વગર વિટામિન સી સપ્લિમેન્ટ ન લેવું જોઇએ.મજબૂત તબીબો મુજબ, શરીરની ઈમ્યુનિટીને ફક્ત એક દિવસમાં જ મજબૂત કરી શકાતી નથી. તેના માટે જીવનશૈલીમાં ફેરફાર, ખાવા-પીવામાં ફેરફાર, યોગ અને દોડાદોડ કરવી પડે છે. આજે અમે તમને 5 એવી પદ્ધતિ જણાવવા જઇ રહ્યાં છે, જેને અપનાવીને તમે પોતાના શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરી શકો છો.વિટામિન ઇ પણ એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને સંક્રમણ સામે લડવાની શક્તિ આપે છે.

“શરીરના પૂરતા આરામ માટે જરૂરી છે પૂરતી ઊંઘ:” ડોક્ટર સંજય ભટ્ટ

સમન્વય હોસ્પિટલ ના કન્સલ્ટન્ટ ડોક્ટર સંજય ભટ્ટે અબતક મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરની અંદર રહેલી છે જે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી થતા રોગો જેવા કે બેક્ટેરિયા વાયરસ થી શરીરમાં થતી લડતમાં એન્ટીબોડીક પેદા કરે છે અને શરીરમાં થતા ઇન્ફેક્શનના સંક્રમણ થી સંરક્ષણ આપે છે. આ આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ છે.  પૂરતી ઊંઘ લેવાથી શરીરના બધા સિસ્ટમોને પૂરતો આરામ મળે છે બધા સેલ કોષો મુક્ત થઈને શરીરના દરેક હોર્મોન્સ અને આરામ પૂરો પાડે છે . ઉપરાંત અન્ય ઉપાયો જણાવતા એમને કહ્યું કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શરીરમાં પૂરતું ખોરાક પૂરતું ડાયટ પણ જરૂરી છે .

“રોગપ્રતિકારક શક્તિ એ માનવ શરીરનું મહત્વનું પાસું”: ડોક્ટર આકાશ દોશી

રાજકોટના ઇન્ફેક્શન સ્પેશયાલિસ્ટ ડોક્ટર આકાશ દોષીએ અબતક મીડિયા સાથેની વાત અંગે જણાવ્યું હતું કે કોઈપણ ઇન્ફેક્શન જેમ કે બેક્ટેરિયા વાયરસ વગેરે આપણા બોડી ને કંઈક ને કંઈક રીતે અસર કરતું હોય છે .આજના સમયમાં કહી શકાય કે રોગપ્રતિકારક શક્તિ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે હાલ સમાજમાં ઇન્ફેક્શન અને અનેક રોગોનો પહેલા તો પ્રમાણ વધી ગયું છે .રોગપ્રતિકારક શક્તિ થી ઇન્ફેક્શન સામે લડવું ખૂબ જ જરૂરી છે.  જેમ કે પૌષ્ટિક ખોરાક લેવો ,પૂરતી સાતથી આઠ કલાકની ઊંઘ લેવી રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, પૂરતો ખોરાક લેવો વગેરે જેવા આવા અનેક તંદુરસ્ત ઉપાયો અને આવા સ્ટેપ લેવા ખૂબ જ જરૂરી છે.

“માનવ શરીરનું લશ્કર એટલે રોગપ્રતિકારક શક્તિ” : ડોક્ટર મયંક ઠક્કર

રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના ક્રિટિકલ કેસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મયંક ઠક્કરે અબતક મીડિયા સાથે રોગપ્રતિકારક શક્તિને લઈને એક ઉત્તમ ઉદાહરણ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રોગપ્રતિકારક શક્તિને આપણા શરીરનું લશ્કર કહી શકાય છે .એનું કામ છે આપણા શરીરની અંદર પ્રવેશ થતા વાયરસ, બેક્ટેરિયા ,ફંગલ્સ સામે લડવાનું અને શરીરમાં અંદર રોગ કરતા રોગોને રોકવાનો એટલે જ એને રોગપ્રતિકારક શક્તિ કહે છે. તો આ મહત્વનું કામ એ છે કે એ શરીરમાં થતા વાયરસને એ અટકાવે છે .   રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને જીવનશૈલીને સુધારવા માટે એક ઉત્તમ કારણ છે હેલ્ધી જીવન જીવવું. અને ત્રીજું અને છેલ્લું એ કે આખા દિવસના કામના થાક દરમિયાન સૌથી મહત્વનું હોય તો આરામ શરીરને પૂરતો આરામ મળવો જોઈએ. મિનિમમ સાત કલાક શરીરને ઊંઘ જરૂરી છે .આ સિવાય શરીરને કોઈપણ પ્રકારની અન્ય જરૂરિયાત નથી.

માનવ શરીરનું સંરક્ષણ એટલે રોગપ્રતિકારક શક્તિ: ડોક્ટર (અર્ચીત રાઠોડ)

જીનેસેસ હોસ્પિટલ ના ક્રિટિકલ કેસ ફિઝિશિયન અર્ચીત રાઠોડે અબતક મિડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે માનવ શરીરમાં ક્યારેક ફોરેનટિક બેક્ટેરિયલ કે વાયરસ પ્રવેશ થઈ ગયા હોય ત્યારે તેની સામે એક પ્રતિકારક શક્તિ માનવ શરીરને રક્ષણ પૂરું પાડે છે. આપણા શરીરના વિવિધ અંગોમાં ઉપરાંત વાતાવરણ પણ અમુક બેક્ટેરિયાઓ રહેલા હોય છે જે ગંભીર બીમારીઓને સર્જે છે જેની સામે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ અસર કરે છે. એટલે મુખ્યત્વે રોગપ્રતિકારક શક્તિનું કામ જ એ છે કે કોઈપણ જાતના વાયરસ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે તો એની સામે પુરું રક્ષણ પૂરું પાડીને કોઈપણ થતા રોગોને અટકાવે છે. રોગપ્રતિકારક શક્તિ બે ટાઈપની હોય છે જેમાં એક છે

ઇનનેટિવ ઇમ્યુનિટી કે જે જન્મજાત જ હોય છે જેમ કે સ્કિન, લાળ વગેરે અને બીજો પ્રકાર છે અકવાએડ(એડેપ્ટિવ એમ્યૂનિટી)  ઇમ્યુનિટી કે જે શરીરમાં પ્રવેશતા ઇન્ફેક્શનથી ઉદભવે છે. રોગ પ્રતિકારક શક્તિ ટૂંક સમયમાં નથી વધતી તેને વધારવા માટે ટિપિકલ એમ્યુનિટી બુસ્ટર મેથડ અપનાવી પડે છે જે અમુક વર્ષો સુધી ચાલે છે. કેટલાક જંક ફૂડ્સ એવા છે જેમકે પિત્ઝા, બર્ગર, બ્રેડ ની કોઇપણ આઇટમ વગેરે શરીરની રોગ પ્રતિકારક શક્તિને ખુબ જ ડાઉન કરે છે માટે ઇમ્યુનિટી વધારવા કરતા ઇમયુનેટી ને ઘટાડવાની પ્રક્રિયાઓ જીવનમાં ઘણી જ જોવા મળે .  આપણું શરીર એક બાયોલોજીકલ ક્લોક પર ચાલે છે જેમાં યોગ્ય સમયે યોગ્ય બધી પ્રક્રિયા થતી રહેતી હોય છે પરંતુ આજના સમયમાં આ બાયોલોજીકલ ક્લોક માણસો દ્વારા ચેન્જ થઈ ગઈ છે જેના પરિણામ અનુસાર લોકોની જીવનશૈલી બદલવા માંડી છે.

“રોગપ્રતિકારક શક્તિ ઘટાડવાનું એકમાત્ર કારણ અયોગ્ય જીવનશૈલી અને તળાવ: ડોક્ટર રાજેશ તેલી

ઓમકાર હોસ્પિટલના કન્સલ્ટિંગ ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજેશ તેલીએ અબતક મીડિયા સાથેની વાતચીત દરમિયાન રોગ પ્રતિકારકશક્તિ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે રોગપ્રતિકારક શક્તિ એટલે આપણા શરીરનું રક્ષણ કરવા માટે કુદરતે જે રચના કરેલી છે જે સૈન્ય બનાવેલું છે જેને મેડિકલ ભાષામાં ઇમ્યુનિટી પાવર કહે છે. કોઈપણ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, ફંગલ્સ ,ખોરાક અથવા તો પાણી મારફતે છે શરીરમાં રોગો ઉત્પન્ન થાય અને જંતુઓ જે પ્રવેશે તેને નાબૂદ કરવાનું અને તેની સામે રક્ષણ પૂરું પાડવાનો કામ રોગપ્રતિકારક શક્તિ કરે છે.  શરીરમાં પ્રવેશતા કોઈપણ પ્રકારના વાયરસના ઇન્ફેક્શનથી જે રોગો થાય છે તેની સામે આ ઇમ્યુન સિસ્ટમનું લશ્કર (સૈન્ય દળ )ફાઈટ કરે છે અને તેની સામે રક્ષણ આપે છે જેને કુદરતી પ્રતિકારક શક્તિ કહે છે.

એટલે કુદરતી રોગપ્રતિકારક શક્તિ જે છે એ મોટાભાગના વાયરસ અથવા ઇન્ફેક્શનથી માનવ શરીરને બચાવે છે. અત્યારના સમયના લોકોની જે જીવન શૈલી છે,જેમાં લોકોની સુવાની પદ્ધતિ, અપૂરતો ખોરાક ,જંક ફુડ છે એ રોગપ્રતિકારક શક્તિને ઘટાડવામાં મોટું અને અગત્યનો ભાગ ભજવે છે. બીજી અગત્યની વાત છે તણાવ અને અપૂરતી ઊંઘ જે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવામાં મોટો ભાગ ભજવે છે. તણાવ અને અપૂરતી ઊંઘને કારણે અત્યારના સમયના નાની ઉંમરમાં જે રદય રોગ ના હૂમલા થાય છે એનું મોટું કારણ છે લોકોનું તણાવ ભર્યું જીવન અને અયોગ્ય જીવનશૈલી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.