Abtak Media Google News

 

Advertisement
  •  જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
  •  પ્રભુતામાં પગલાં માંડનાર ૧૦૦ નવયુગલોને મંત્રીના હસ્તે રૂ.૨૪લાખની સહાય ચૂકવાઈ
  • સાત ફેરા સમૂહ લગ્ન તથા કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ અપાયો
  • પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર : મંત્રી

જામનગર ન્યૂઝ : રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. Img 20240224 Wa0002 મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર ૧૦૦ નવદંપતીઓને સાત ફેરા સમૂહલગ્નોત્સવ યોજના હેઠળ
પ્રત્યેક યુગલને રૂ.૧૨૦૦૦, ૧૦૦ કન્યાઓને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પ્રત્યેકને રૂ.૧૨૦૦૦ ની તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને રૂ.૭૫૦૦૦ હજારની સહાય મળી કુલ રૂ.૨૪લાખ ૭૫હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.Img 20240224 Wa0001

૧૦૦ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડ્યા Img 20240224 Wa0007

કાર્યક્રમમાં મંત્રીએ પ્રભુતામાં પગલા માંડનાર ૧૦૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે.સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવારો સુખી થશે. દીકરીઓજો શિક્ષિત હશે તો બે પરિવારોને તારશે.Img 20240224 Wa0008 કુંવરબાઈનું મામેરૂ યોજના અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવાં આવી છે. તેનાથી તેઓને આર્થિક મદદ મળી છે. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ દેખાદેખી કરવાના બહાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી. તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામા આવી હતી.Img 20240224 Wa0009

અતિથિઓએ આશીર્વચન આપ્યા Img 20240224 Wa0006

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મતી મેયબેન ગરસર, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ગિરીશભાઈ,  હસમુખભાઈ હિંડોચા, નાયબ નિયામક (વિકસતી જાતી) પરમારભાઈ, અધિકારીઓ, સંતો – મહંતો, ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.