Abtak Media Google News

મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો: ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

શહેરનાં છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા નાગરીકોના ઉર્ત્ક્ષ માટે વિવિધ સેવાકીય પ્રોજેકટ ચલાવતી સંસ્થા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોની આરોગ્યની સુશ્રુષા માટે નિ:શુલ્ક મેગા કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ મેયર જયમીનભાઈ ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં જડબા, સ્તન તથા ગર્ભાશયના મૂળના કેન્સર તથા તમામ પ્રકારના કેમ્પમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટના નિષ્ણાંત ડોકટરો એસ.સી.જી. હોસ્પિટળના નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવી હતી.

A-Mega-Cancer-Diagnosis-Camp-Organized-By-The-Pujit-Rupani-Trust
a-mega-cancer-diagnosis-camp-organized-by-the-pujit-rupani-trust

કેન્સરનું નિદાન જેટલુ વહેલુ થાય તેટલુ ફાયદારૂપ: ડો. પરીન પટેલ

એચ.સી.જી. કેન્સર સેન્ટર અમદાવાદના હેડ એન્ડ નેક ઓન્કોસર્જના ડો. પરીન પટેલે જણાવ્યું હતુ કે ભારતમાં જે રીતે કેન્સરનું પ્રમાણ વધ્યું છે. તેમા હુ એમ કહીશ કે ટીવી, ન્યુઝપ્રિન્ટ ઈલેકટ્રોનીક અને સોશીયલ મીડીયામાં આપણે વધુને વધુ અવેરનેશ લાવવી જોઈએ જેવી રીતે સ્મોકીંગ એન્ટી ટોબેકો, એન્ટી સ્મોકીંગ ચળવળ ચલાવીએ તો તેના કારણો કેન્સરનું પ્રમાણ ઘટી શકે છે. કેન્સર રીલેટેડ મોસ્ટાલીટી રેટ ઘણા બધા કારણે થતો હોય જેમાં આપણુ પોપ્યુલેશન વધી રહ્યું છે. તેના કારણે ભારતમાં કેન્સરના દર્દી વધી રહ્યા છે. તથા કયા સ્ટેજમાં ડાયગ્નોસીસ થાય છે. તે ભારતમાં ખૂબ મોડું ડાયગ્નોસીસ થાય છે. જેના કારણે ભારતમાં કેન્સર રીલેટેડ મોરટાલીટી ખૂબ વધારે છે. બીજા દેશોની સરખામણીએ મોઢા અને ગળાના કેન્સર વધવાના મુખ્ય કારણ તમાકુનું વ્યસન જે ખૂબજ વધી રહ્યું છે. બ્રેસ્ટ કેન્સર પણ ખૂબ વધી રહ્યા છે. જેનું કારણ હજુ સુધી શોધાયું નથી. પરંતુ મુખ્યત્વે કારણની વાત કરીએ તો જે પરિણીત સ્ત્રી નથી કે તેમાં વધુ હોય છે. જેને બાળકો નથી હોતા તેને આ કેન્સર થતુ હોય છે. મોઢા ગળાના કેન્સરમાં મોઢામાં ચાંદા પડવા તેમાં દુખાવો નથી થતો તેથી લોકો ગણકારતા નથી હોતા બ્રેસ્ટ કેન્સરમાં અમુક સમયે ગાંઠ થતી હોય પરંતુ મહિલાઓ ડરતી હોય છે બતાવવા માટે ગર્ભાશયના કેન્સરમાં લોહી ખૂબજ વહેતુ હોય માસીક સીવાય પણ લોહી આવતા હોય જો લોકો ટેસ્ટ ન કરાવે તો તેને કારણે કેન્સર થઈ શકે. જે સ્ક્રીનીંગ કહેવાય કેન્સર તે મોઢા અને ગળાના કેન્સર માટે અમે દર વર્ષે એક વખત બોલાવીએ છીએ જેને વ્યસન હોય તેને બ્રેસ્ટ કેન્સર માટે ૪૦ અથવા તેનાથી વધારે ઉંમરની મહિલાઓએ દર વર્ષે એક વખત મેમોગ્રામ કરાવીએ છીએ ગર્ભાશયના કેન્સરમાં ૪૦ વર્ષ પછી લોકોએ દર વર્ષે પેપ્સપીયર કરાવતા હોય નોર્મલી કેન્સરના ચાર તબકકા હોય છે. પહેલુ બીજુ ત્રીજું, ચોથુ તેમાં પહેલા અને બીજા સ્ટેજમાં કેન્સર મટી જવના ચાન્સીસ વધારે હોય છે. ત્રીજાને ચોથા સ્ટેજમાં કેન્સર મટવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. ત્રીજા અને ચોથા સ્ટેજમાં આપણુ રીઝલ્ટ ૫૦%થી ઓછુ થઈ જાય છે. માટે એ કહેવું છે તમને કોઈ એવા સીમરન્સ આવે તમને ગાંઠ જેવું લાગે તો તાત્કાલીક ડોકટરની સલાહ લેવી. તેને છુપાવવાની જ‚ર નથી. છુપાવશો તેટલુ વધશે અને તમે એડવાન્સ સ્ટેજમાં પહોચશો જેટલુ જલ્દી તેનું નિદાન થાય અને સારવાર થાય તો મટવાના ચાન્સીસ વધી જાય છે.

સ્વસ્થ રહેવા માટે ક્લિન રહેવું જરૂરી: મેયર બીનાબેન આચાર્ય

A-Mega-Cancer-Diagnosis-Camp-Organized-By-The-Pujit-Rupani-Trust
a-mega-cancer-diagnosis-camp-organized-by-the-pujit-rupani-trust

બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે પુજીત રુપાણી ટ્રસ્ટ દ્વારા મેગા કેન્સર નિદાન કેમ્પનું આયોજન થયું છે. તેમાં ખાસ મહીલાઓ માટેના કેન્સરને લગતા જે રોગો છે. તેનું નિદાન થાય તે માટે આયોજન કર્યુ છે. મેમોગ્રાફી ગ્રાફી દ્વારા તેમનું ચેકઅપ થઇ શકે. આ ચેકઅપ દ્વારા તેમનું ચેકઅપ થઇ શકે. આ ચેકઅપ દ્વારા બહેનોને લાભ થઇ શકે. આ ટ્રીટમેન્ટ મોંધી હોય જે છેવાડાની બહેનો નથી કરાવી શકતા. તેના માટે આજે નીશુલ્ક કેમ્પ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં બહેનો ઉ૫સ્થિત રહ્યા છે. રાજકોટને સ્વસ્થ બનાવવા માટે રાજકોટ કલીન રહેવું જોઇએ. ગ્રીન થવું જોઇએ કલીન કરવા માટે રાજકોટના તમામ લોકોએ કાળજી રાખવી જોઇએ જયાં ત્યા કચરાના ઢગલા ન કરવા જોઇએ.

કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો: અંજલીબેન રૂપાણી

A-Mega-Cancer-Diagnosis-Camp-Organized-By-The-Pujit-Rupani-Trust
a-mega-cancer-diagnosis-camp-organized-by-the-pujit-rupani-trust

અંજલીબેન રૂપાણીએ જણાવ્યું કે પુજીત રુપાણી મેમોરીયલ ટ્રસ્ટ અને રોટરી મીડટાઉન અને જી.સી.આર.ઇ.  તરફથી કેન્સર ડીટેકશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ર કલાકમાં ૮૦ પેસેન્ટ આવી ચુકયા છે અને આવા ડીટેકસન કેમ્પમાં આટલો સરસ રીસ્પોન્ટ એ ખુબ મોટી વાત છે. એના માટે અને ડોકટરોના પણ ખુબ જ ખુબ આભાર માનીએ છીએ. કે તેઓએ અમને ઉમદા સેવા આપી છે અને આ કેમ્પમાં ગાયનેકોલોજીક સર્જન તેમજ

તમામ નિષ્ણાંત ડોકટરે અને રાજકોટની સીવીલ હોસ્પિટલમાંથી ડો. ગૌરવીબેન ધ્રુવ જેવા નિષ્ણાંત ડોકટરો સેવાઓ આપી રહ્યા છે. તે બદલ ટ્રસ્ટ વતી સૌનો આભાર અને આવા કેમ્પ વધારેને વધારે થવા જોઇએ. ટ્રસ્ટ દ્વારા અવાર નવાર આવા કેમ્પ થતા હોય છે. દા.ત. ત્રાસી આંખના કેમ્પ પણ યોજાયા છે. ડાયારીટીસ જેવા અને કેમ્પ થયા છે. અને જેઓની આર્થીક પરિસ્થિતિ નબળી હોય તેવા લોકો માટે આવા કેમ્પ કરીએ છીએ.

સ્ત્રીઓએ દર ત્રણ વર્ષે મેમોગ્રાફી કરાવી જ જોઈએ: ડો. આનંદ શાહ

A-Mega-Cancer-Diagnosis-Camp-Organized-By-The-Pujit-Rupani-Trust
a-mega-cancer-diagnosis-camp-organized-by-the-pujit-rupani-trust

જીસીઆર આઈના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. આનંદ શાહે જણાવ્યું હતુ કે પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા મેગા કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જે બધા કેમ્પ થતા હોય છે તે સ્કીનીગ કેમ્પ થતા હોય છે.એટલે કે એવું નથી કે કોઈને કાંઈ તકલીફ હોય તો તેમાં આવવાનું હાય જે વ્યકિતને તકલીફ ન હોય તેના માટે પણ આ કેમ્પ હોય છે. અને અહિંયા તેમનું નિદાન થતું હોય છે. આ મેમોગ્રાફી વાન છે. તેને સંજીવની રથ કહેવાય છે. મેમોગ્રાફી એટલે સ્તનનો એકસરે કે જેમાં નાનકડી રાઈ જેવી પણ ગાંઠ હોય તો પણ તે પકડાઈ જાય છે. જે બીજું કોઈ કલીનીંકલ એકઝામીનેશનથી નથી પકડાતી, પરંતુ આમાં નાનામાં નાની ગાંઠ પકડાઈ જાય છે. અમે એવું કહેતા હોઈ છીએ કે દરેક સ્ત્રીએ ૩૦ વર્ષ પછી દર ત્રીજા વર્ષે એક વખત

મેમોગ્રાફી કરાવવી જોઈએ સ્ત્રીઓ એ મેમોગ્રાફી પહેલા સેલ્ફ બ્રેસ્ટ એકઝશમીનેશન જેને સ્તનની જાત તપાસ કહીએ છીએ ૩૦ વર્ષ પછી બહેનોએ જાતે તપાસ કરવી જોઈએ અને તેમાં તેમને કઈ લાગે તો તરત જ તેમને ઓન્કોસર્જન કે કેન્સરનાં નિષ્ણાંતો પાસે જવું તથા દર ત્રણ વર્ષે એક વખત મેમોગ્રાફી કરાવવી જોઈએ ઘણા બધા લોકોમાં થાય છે કે કેન્સર થાય તો દર્દી બચતો નથી પણ તે વાત થોડી ખોટી છે. કેન્સરનું વહેલું નિદાન થાય. સામાન્ય ભાષામાં પહેલું, બીજુ,ત્રીજું, ચોથુ સ્ટેજ તેમાં જો ત્રીજું કે ચોથુ સ્ટેજ હોય તો તેમાં પ્રીગ્નીસીઝ કે ટકાવારી જીવવાની તથા સારવારની ઓછી હોય છે. પ્રથમ કે બીજા તબકકામાં કેન્સર પકડાઈ જતુ હોય તેને આપણે અરલી ડીટેકશન કહીએ તો તેના બચવાના ચાન્સીસ ખૂબજ વધી જાય છે. લગભગ ૯૫% પેસન્ટ બચી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.