Abtak Media Google News

જૈન ફોર ઈન્ડિયાના સુત્ર સાથે ૧૨ રાજયોમાં ૧૪૦૦થી વધુ શહેરોમાં શૈક્ષણીક સામાજીક વિકાસ ક્ષેત્રે કાર્યરત સંસ્થા દ્વારા આત્મીય યુનિ.માં સ્ત્રી સશકિતકરણનો કાર્યક્રમ યોજાયો

વિતેલા વર્ષોમાં ધ વર્લ્ડ એસોસીએશન ઓફ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન્સ (વાન્ગો) દ્વારા વિશ્ર્વની શ્રેષ્ઠ એન.જી.ઓ. તરીકેનું સન્માન પામનાર ભારતીય જૈન સંગઠનના દીર્ધ દ્રષ્ટા અને સમાજ સેવાનો ભેખ ધરેલ કર્મયોગી શાંતિલાલ મુથ્થાજી દ્વારા ૩૦થી પણ વધુ વર્ષ પૂર્વે સ્થપાયેલ ભારતીય જૈન સંગઠન જૈન ફોર ઈન્ડિયાના સુત્ર સાથે ભારતના ૧૨ રાજયોનાં ૧૪૦૦થી વધુ શહેરો, ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ હજારથી વધુ પદાધિકારીઓ તથા સવા લાખથી પણ વધુ કાર્યકર્તાઓના સથવારે કુદરતી આફતો ઉપરાંત શૈક્ષણીક અને સામાજીક વિકાસના ક્ષેત્રે કાર્યરત છે.

આવા રાષ્ટ્રવ્યાપી ભારતીય જૈન સંગઠનની ગુજરાતનાં રાજકોટ ચેપ્ટર દ્વારા આત્મિય યુનિ. સંકુલમાં સંયોજાયેલ સ્માર્ટ ગર્લ ટ્રેનર્સ ટ્રેનીંગ પ્રોગ્રામનો શુભારંભ અનુજા રાહુલ ગુપ્તાના હસ્તે સંપન્ન થયેલ આ અવસરે ભારતીય જૈન સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ રાજેન્દ્રજી લુન્કર, રાષ્ટ્રીય ઉપપ્રમુખ સુરેશ કોઠારી, ગુજરાત રાજય અધ્યક્ષ કેતન મહેતા, આત્મિય યુનિ.ના વા. ચાન્સેલર ડો. ક્રિશ્ર્નનન, રજીસ્ટ્રાર કર્નલ એમ.પી. સિંઘ, ડો. સોનલબહેન ઉપરાંત સ્માર્ટ ગર્લ મિશન ગુજરાતના વડા દર્શન કોઠારી ડો. કલ્પનાબેન ખંઢેરીયા, પરેશ શાહ, ડો. રાજુ કોઠારી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.

નારી સશકિતકરણ ક્ષેત્રે સ્માર્ટ ગર્લ કાર્યક્રમના માધ્યમથી અત્યાર સુધીમાં ભારતના ૧૨ રાજયોની આઠ લાખથી પણ વધુ યુવતિઓનું સશકિતકરણ કરેલ છે. દોઢ દિવસના આ સર્ટીફીકેટ કોર્સ દરમિયાન સ્વજાગૃતિ, કોમ્યુનિકેશન અને રિલેશનશીપ, મેનોપોઝ અને હાઈજીન, આત્મ સન્માન અને આત્મરક્ષા, પસંદગી અને નિર્ણયો, ફ્રેન્ડશીપ અને ટેમ્પટેશન તેમજ પરિવાર સાથે સંવાદો વિગેરે વિષયો ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તલસ્પર્શી પથદર્શન કરાવવામાં આવે છે. શૈક્ષણીક ક્ષેત્ર સમગ્ર ભારતમાં જૈનો દ્વારા પ્રસ્થાપિત ૨૫૦૦થી વધુ શૈક્ષણીક સંસ્થાઓનાં સંકલન સાથે મૂલ્યવર્ધન કાર્યક્રમ અંતર્ગત ૫૦ હજારથી વધુ શિક્ષકોના સહયોગથી ૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષીત અને દીક્ષીત કર્યા છે. શાંતિલાલ મુથ્થા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ મૂલ્યવર્ધન કોર્સને મહારાષ્ટ્ર સરકારે તેના અભ્યાસક્રમમાં પણ સામેલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.