Abtak Media Google News

વૈદીક મંત્રોચ્ચાર સાથે પર્યાવરણ પ્રકૃતિની શીખ સાથે સંદેશ અને વૃક્ષોને જવાબદારી સાથે દત્તક લેવાયા

લીલીયા તાલુકા  ના ઢાંગલા ખાતે નકલંગ આશ્રમ આયોજિત ભગવાન ચિ શાલીગ્રામ સંગ ચિ વૃંદાજીના લગ્નોત્સવ ની યાદગાર ઉજવણી વૈદિક મંત્રોચ્ચાર સાથે પર્યાવરણ પ્રકૃતિની શીખ આપતો સંદેશ અને વૃક્ષો ને જવાબદારી સાથે દત્તક લેવાયા હતા.Img 20181121 Wa0017 1

શ્રી શક્તિ મહિલા મંડળ (સુરત) હાલ ઢાંગલા અને યંગ ગ્રુપ મંડળ ઢાંગલા દ્વારા આયોજિત તુલસીવિવાહનુ આયોજન કરાયું હતું તેમજ  ભગવાનના લગ્નોત્સવ પ્રસંગે પર્યાવરણ પ્રકૃતિનું સુંદર કાર્ય વૃક્ષારોપણ કરીને કરાયું હતું  ૬૦ થી વધુ વૃક્ષો રોપી સુંદર સંદેશ આપ્યો હતો  જવાબદારી સાથે  એક એક વ્યક્તિ ને વૃક્ષ ની જવાબદારી સોંપવામાં આવી અને પર્યાવરણ પ્રકૃતિ ની પ્રતિજ્ઞા લેવાય હતી  (વૃક્ષો દત્તક અપાયા . )તુલસી વિવાહ  નકળંગ-ધામ આશ્રમ-ઢાંગલા ખાતે કરાયુ હતું. મસ્તરામબાપુ સહિત વિદ્વાન વક્તા ઓ એ માર્મિક ટકોર કરતું મનનીય વક્તવ્ય આપી તુલસી વિવાહ ને યાદગાર બનાવ્યા હતા અને માનવીય ફરજ પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવણી ની પ્રતિજ્ઞા સાથે શીખ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.