Abtak Media Google News

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ઢુંવા નજીક ડિવાઈડર સાથે મોટર સાયકલ અથડાતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઇજા પહોંચી હતી

જાણવા મળ્યા મુજબ ફરિયાદી હરેશભાઇ ઉર્ફે કાનાદાસ રમણીકદાસ રામાનંદી જાતે બાવાજી ઉ.વ. ૨૯ રહે વાંકાનેર સીટી સ્ટેશન રોડ તા. વાંકાનેર વાળા ગઈકાલે હીરો પ્લે. મો.સા. નં. જી.જે. ૦૩ એચ.એસ. ૫૮૭૮ નો ચાલક  સુરેશભાઇ કાંતીલાલ વાંજા રહે વાંકાનેર સાથે બેસીને જતા હતા.

Advertisement

ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળુ મો.સા. પુર ઝડપે બેફીકરાઇથી માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી સ્ટેરીંગનો કાબુ ગુમાવી ડીવાઇડરસાથે ભટકાડી દેતા પછડાઇ પડતા ફરી. ને ડાબા હાથે મુઢ ઇજા થતા તેમજ આરોપી જમણા હાથે તેમજ પેટના ભાગે ગંભીર ઇજા થતા મરણ જતા ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.