Abtak Media Google News

જૂના યાર્ડની જેમ નવા યાર્ડમાં પ્લેટફોર્મને લઈ ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નવા યાર્ડ એટલે બેડી યાર્ડમાં ૧૨ પ્લેટફોર્મ બનાવવમાં આવ્યા છે. જે ઘણા અંશે નાના માનવામાં આવે છે. વાતએ પણ સામે આવે છે કે નવા યાર્ડમાં પ્લેટફોર્મ મોટા કરવામાં આવશે. પરંતુ હકિકત એ છે કે, પ્લેટફોર્મને મોટા નહી પરંતુ નવા બનાવવામાં આવશે.

કેન્દ્ર સરકારની બાકી સબસીડી હોવાથી બેડી યાર્ડ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ત્યારે નવા માર્કેટીંગ યાર્ડ પ્રમુખ ડી.કે. સખીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ બેડી યાર્ડ નવું યાર્ડ બન્યું છે. અને નવા યાર્ડની અંદર ગુજરાત રાજય સરકારની સબસીડી છે.

જે ઘણા સમય પહેલા મળી ગઈ છે. જેમાં ૫૦ ટકાની સબસીડી રાજય સરકારે આપી છે અને બાકીની ૫૦ ટકા એટલે ૨૫ કરોડ ‚પીયા બાકી છે. એના માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ને પણ રજૂઆત કરવામા આવી છે. અને જે કાઈ સુધારા વધારા કરી દિલ્હી પણ રજૂઆત કરવામાં આવશે.સબસીડી વગર ૧૭ થી ૧૮ લાખનું વ્યાજ દર મહિને ભરવામાં આવે છે.

અને જો સબસીડી નહી મળે તો યાર્ડને ઘણી તકલીફ થશે ભૂતકાળમાં જે કામ થયા છે. અને હાલનાં સમયમાં ખેડુતોને જેની જ‚ર છે તેને લઈ ૨૫ વિઘાનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જયાં ખેડુતો પોતાનો સામાન રાખી શકાશે.

ઉનાળો હોઈ, ચોમાસુ હોઈ કે પછી વરસાદની સીઝન હોઈ ત્યારે હવે વધુ પ્લેટફોર્મ બને જેથી ખેડુતોનો માલ સામાન સચવાઈ જાય જેથી દલાલ, ખેડુત અને વ્યાપારીઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે, અને જયારે સબસીડી છૂટી થશે ત્યારે હું યાર્ડ પ્રમુખ તરીકે એક પણ દિવસની રાહ નહી જોવ. વાત રહી કે ચોમાસાની સીઝન શ‚ થવાથી યાર્ડમાં આવક ઘટી જતી હોઈ છે. જેથી અત્યારે જે હોબાળો મચ્યો છે કે પ્લેટ ફોર્મને લઈ તે વાત તદન કોટી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.