Abtak Media Google News

હાઇડ્રોપોનિક ટેકનોલોજી દ્વારા વિવિધ શાકભાજી ઉગાડી ખેડૂત-શિક્ષક બન્યા આત્મનિર્ભર

ગુજરાતના ખેડૂતો હવે આત્મનિર્ભર બન્યા છે.વિવિધ ટેકનોલોજીના ઉપયોગથી ખેતીને ટેકનોલોજી સાથે જોડી અનેક ગણું ઉત્પાદન કરી પોતાની આવક વધારી રહ્યા છે.કોઇપણ શાકભાજી કે ફળ ફળાદીનું વાવેતર માટી વિના શક્ય છે ખરું? તમારો જવાબ ના જ હશે. પરંતુ આજે અમે તમારી મુલાકાત એક એવા ખેડૂત સાથે કરાવીશું જેણે એ શક્ય કરી બતાવ્યું છે કે માટી વિના પણ ખેતી થઈ શકે છે. ખેડૂત રસિકભાઈ નકુમે માત્ર પાણીની મદદથી પોતાના જ ઘરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે.જીવનમાં આવી પડેલી મુશ્કેલી કઈ રીતે નવા આવિષ્કાર માટે પ્રેરણા આપે છે તેનું ઉત્તમ ઉદાહરણ શિક્ષિત ખેડૂતે આપ્યું છે. આર્થિક પ્રશ્નોથી ત્રસ્ત શિક્ષકે માટીને બદલે પાણીમાં વિવિધ પ્રકારના ૨૩ શાકભાજી ઉગાડ્યા છે અને આફતને પણ અવસરમાં પલ્ટાવી છે.ગણિત – વિજ્ઞાનના શિક્ષક અને ખેડૂતપુત્ર રસિક નકુમે બી.એસસી. – બી.એડ. નો અભ્યાસ કરી વર્ષ ૨૦૧૭ માં રાજકોટમાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી શરુ કરી તે સમયે મહીને તેમનો રૂપિયા ૮૦૦૦ પગાર હતો. દરમિયાન વરસાદ ન થતા પિતાને ખેતીમાં નુકશાન થયુ. આર્થિક મુશ્કેલી વચ્ચે ઘણી વખત શાકભાજી ખરીદવાના પણ નાણા ખૂટતા હતા ત્યારે વિચાર આવ્યો કે ઘરમાં જ શાકભાજી ઉગાડીએ તો કેવું રહે ? બાદમા રસીકે હાઈડ્રોપોનીક્સ પર સંશોધન શરુ કર્યું અને જમીનના બદલે પાણીમાં પ્લાન્ટેશન કરી શાકભાજી ઉગાડવાનો પ્રયોગ સફળ રહ્યો. હાલ ૯૦૦ પ્લાન્ટમાં ૨૩ પ્રકારના શાકભાજી ઉગાડ્યા છે. જેમાં પણ બેઝલ કે જે હર્બલ પ્રોડક્ટ છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વિદેશમાં જ્યુસ, સલાડ અને શાક તરીકે આરોગાતું લેટયુસ, પેકચોય, આઈસબર્ગ, બ્રોકલી, કેપ્સીકમ, સ્ટ્રોબેરી સહીતના શાકભાજી ઉગે છે.જમીનમાં માટી સાથે ૫૦ પ્લાન્ટ ઉગાડવામાં આવે તો મહીને ૨૦૦ લીટર પાણીની જરૂર પડે છે.  તેટલા જ પ્લાન્ટસ હાઈડ્રોપોનીકસમાં ઉગાડો તો માત્ર ૫૦ લીટર પાણી જ જોઈએ.

Advertisement

હાર્ડરોપોનીક ટેકનોલોજી ખેડૂતો માટે વરદાન સ્વરૂપ: રસિકભાઈ નકુમ (ખેડૂત)

Vlcsnap 2021 02 03 13H03M46S391

ખેડૂત રસિકભાઈ નકુમે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  પોતે એક શિક્ષક હતા પણ તેમને ખેતી નું જ્ઞાન નાની ઉમર થી તેમના પિતા પાસેથી મળી રહ્યું હતું.પરંતુ પિતાના સપના પૂર્ણ કરવા પેહેલા શિક્ષક બન્યા. દેશ ને કંઈક નવું આપવાના સંકલ્પ થી શિક્ષક નું કામ છોડી હાઇડ્રોપોનિક ટેક્નોલોજી ની મદદ થી માટી વગર ની ખેતી કરી બતાવી.આત્મનિર્ભર બનવા માટે રસીકભાઇ નું કેહવું છે કે આ ટેક્નોલોજી દેશ માટે એક વરદાન છે જો લોકો આ ટેકનોલોજી સાથે જોડાઈ તો લોકો પોતાના ઘર ખાતે જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડી આત્મનિર્ભર બની શકે છે.

શું છે હાઇડ્રોપોનીક ટેકનોલોજી?

Vlcsnap 2021 02 03 13H02M04S594

હાઇડ્રોપોનિક ટેક્નોલોજી એટલે કે જેમાં માટી નો ઉપયોગ થતો નથી એટલે માટીના બેક્ટેરિયા ફેલાતા નથી અને શાકભાજીને રોગોથી બચી શકાય છે .જે ખેતી સાવ ઓર્ગેનીક બેઝ છે. તમે પણ વર્ટિકલ ખેતી કરી શકો છો અને પોતાના ઘર ખાતે જાતેજ તાજા શાકભાજી ઉગાવી મેળવી શકો છો.રસીકભાઇ એ  ૨૩ થી વધારે શાકભાજી નું ઉત્પાદન કર્યું છે ગુજરાત માં અમુક ડિગ્રીએ છોડનો ઉછેર થતો નથી એવા  શાકભાજી જેમકે- કેપ્સિકમ , લેટયુશ,આઇશબર્ગ છે એ પણ રસિકભાઈએ માટી વગર હાઇડ્રોપોનિકથી ઉગાડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.