Abtak Media Google News

‘મારી ઉણપ એજ મારી તાકાત’

જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયું આયોજન: જ્ઞાનવત્સલ સ્વામી પ્રેરક પ્રવચન આપશે

જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન-રાજકોટ છેલ્લા ૧૬ વર્ષથી બાળકોમાં થતા અતિ પીંડાદાયક અને ખર્ચાળ એવા જુવેનાઇલ ડાયાબીટીસને કાબુમાં લેવા સતત પ્રયત્ન કરે છે. અપૂલભાઇ દોશી એ રોપેલા એ બીજને રોહીતભાઇ કાનાબાર, મીતેષભાઇ ગણાત્રા, હીમાંશુભાઇ રાણા, હરીક્રિષ્નાભાઇ પંડયા, અનિષભાઇ શાહ, અમિતભાઇ દોશી, અજયભાઇ લાખાણી અને કલ્પીતભાઇ સંઘવી જેવા નિષ્ઠાવાન ટ્રસ્ટીઓ એ સ્નેહનું પાણી પાઇ સમર્પણના ખાતરથી જતન કર્યુ  ને નાનકડો છોડ આજે વિશાળ વટવૃક્ષમાં પરીણમ્યો છે. સંસ્થામાં આજ સુધીમાં રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના ૧રપ૦ થી પણ વધુ બાળ સભ્યોનું નિ:શુલ્ક રજીસ્ટ્રેશન થઇ ચુકયું છે.

સંસ્થા દ્વારા દર વર્ષે ૪ થી પ કેમ્પનું નિ:શુલ્ક આયોજન થાય છે જેમાં ડાયાબીટીસ બાળકોની સંપૂર્ણ સારવારથી લઇને આંખ, દાંત, કીડની તથા પગના તળીયાની તપાસ તથા મોટીવેશન માટે ના કાર્યક્રમો યોજાય છે.

જો શુગર ક્ધટ્રોલ ન રહે તો આંખ અને કીડનીને વ્યાપક નુકશાન થાય છે. જેના લીધે બાળક ગુમાવવાની નોબત આવે છે. તેના માટે સંસ્થા દ્વારા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજકોટના સુપ્રસિઘ્ધ એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. નીલેશ દેત્રોજા  (હાર્મની હોસ્પિટલ) ડો. પંકજ પટેલ (એપેક્ષ હોસ્પિટલ) તથા પીડીયાટ્રીક એન્ડોક્રાઇનો લોજીસ્ટ ડો. ઝલકબેન ઉપાઘ્યાય પોતાની સેવા બીલકુલ નિ:શુલ્ક પ્રદાન કરે છે.

એક હસતા રમતા પરિવારમાં નાનકડા બાળકને ડાયાબીટીસનું નિદાન થાય એટલે આખો પરિવાર માસિક રીતે પ્રભાવિત થઇ દુ:ખની ગર્તામાં સરી પડે છે તેને તેમાંથી બહાર લાવવો  અત્યંત જરુરી હોય છે તેથી તા. ૧ર-૧ ને રવિવારના રોજ હેમુગઢવી નાટયગૃહ રાજકોટ ખાતે ‘મારી ઉણપ એજ મારી તાકાત’ નામ થી એક મોટીવેશન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્ર્વ વિખ્યાત મોટીવેટર જ્ઞાનવત્સલય સ્વામી પધારીને ડાયાબીટીસ બાળકો તથા તેના પરિવારને પ્રોત્સાહીત કરશે તથા ડાયાબીટીશ સામેના જંગમાં લડવા માટેની હિંમત તથા આશીર્વાદ આપશે. વધુમાં આ પ્રસંગે પ્રસિઘ્ધ સિને કલાકારો અનંત દેવાઇ, ધર્મેશભાઇ મહેતા (પ્રોડયુસર અને ડાયરેકટર ગુજરાતી ફિલ્મ), ભવ્ય ગાંધી (ટપુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા), શ્રઘ્ધા ડાંગર (ગુજરાતી અભિનેત્રી એવોર્ડ વીજેતા ફીલ્મ હેલ્લારો) ખાસ ઉ૫સ્થિત રહી બાળકોનુ હુંફ પુરી પાડશે.

આ પ્રસંગે ખાસ રાજકોટ તથા સૌરાષ્ટ્રના નામાંકિત મહાનુભાવો ઇન્દુભાઇ વોરા (પ્રમુખશ્રી-અશોક ગોંધીયા મેમો. ટ્રસ્ટ), જયંતિભાઇ ચાંદ્રા (અતુલ ઓટો લી.), પરાક્રમસિંહ જાડેજા (જયોતિ સી.એન.સી.), ભરતભાઇ શાહ (પેલીકન રોટોફલેક્ષા), મુકેશભાઇ શુઠ (અગ્રણી બીલ્ડર્સ- શેઠ બીલ્ડર્સ), સર્વાનંદભાઇ સોનવાણી (અગ્રણી બીલ્ડર્સ આર.કે. ગ્રુપ), હરીશભાઇ સોનવાણી (ડીએમએલ ગ્રુપ-અગ્રણી બીલ્ડીર્સ), જગતસિંહ જાડેજા (સ્કોડા શોરુમ), રાજુભાઇ પોબારુ (પ્રમુખ-રાજકોટ લોહાણા મહાજન), પરેશભાઇ ગજેરા (ખોડલધામ ટ્રસ્ટ), ભુપતભાઇ બોદર (લેન્ડ ડેવલોપર્સ-અગ્રણી બીલ્ડર્સ), અનીલભાઇ પટેલ (એન્ડવાન્સ લેમીનેટસ પ્રા.લી.), ઘનશ્યામભાઇ ઢોલરીયા (અગ્રણી ઉઘોગપતિ-નોબેલ રીફેકટરી), ડો. જે.પી. ભટ્ટ (ભટ્ટ પેથોલોજી), જીજ્ઞેશ નકુમ (આલ્ફા વિઘા સંકુલ-જુનાગઢ), ડો. મનીષભાઇ મહેતા (પી.ડી.યુ. ગર્વમેન્ટ હોસ્પિટલ), નટુભાઇ શાહ (અગ્રણી ઉઘોગપતિ -દાતાશ્રી), ભરતભાઇ મહેતા (હોટલ ભાભા ગ્રુપ), કલ્પકભાઇ મણીયાર (વાઇસ ચેરમેન આરએનએસબી), નીખીલભાઇ પટેલ(અગ્રણી બીલ્ડર્સ-ડેકારા ગ્રુપ), ગીરીશભાઇ શાહ (નિવૃત કલેકટર આઇએસએસ ઓફીસર), જતીનભાઇ ભરાડ (ભરાડ સ્કુલ), ડો. માધવ ઉપાઘ્યાય (કાર્ડીયાક સર્જન-સીનર્જી હોસ્પિ.), મધુભાઇ ખંધાર (પ્રમુખ-અજરામર સ્થા. જૈન સંઘ), નીલેશભાઇ દોશી (હોટલ એવરગ્રાન્ડ પેલેસ), શિરીષભાઇ રવાણી (અગ્રણી ઉઘોગપતિ), કુલદીપભાઇ રાઠોડ (અગ્રણી બીલ્ડીર્સ-ડેકોરા ગ્રુપ), અનીલભાઇ દેસાઇ (અગ્રણી ધારાશાસ્ત્રી), કેતનભાઇ પાવાગઢી (ચેરમેન-જલારામ રધુકુલ હોસ્પિ.), મુકેશભાઇ દોશી (પ્રમુખ-સમર્પણ ચેરી. ટ્રસ્ટ), મીલનભાઇ કોઠારી (જૈન વીઝન), દીલીપભાઇ પટેલ (પ્રમુખશ્રી, રાજકોટ મંડપ એશો.), દીપકભાઇ સંઘવી (ફાઇવ સ્ટાર કેટરર્સ), પ્રવીણભાઇ કોઠારી (પ્રમુખ-ગોંડલ જૈન સંઘ), યતીનભાઇ કારીયા (રીપ્રે. ઇન્ડો. આફ્રીકા ચેરી. ટ્રસ્ટ-જુનાગઢ), જયેશભાઇ મહેતા (અગ્રણી બીઝનેસમેન-મીલી પ્લાયવુડ), લલીતભાઇ પારેખ (જીવદયા પ્રેમી), કનકભાઇ અજમેરા (જૈન શ્રેષ્ઠી), બીનાબેન આચાર્ય (મેયર-આરએમસી રાજકોટ), નીતીનભાઇ ભારદ્વાજ (ભાજપ પ્રભારી-સુરેન્દ્રનગર), કમલેશભાઇ મીરાણી (અઘ્યક્ષ ભાજપ-રાજકોટ શહેર), અશ્ર્વિનભાઇ મોલીયા (ડે.મેયર આરએમસી રાજકોટ), ઉદયભાઇ કાનગડ (ચેરમેન સ્ટે. કમીટી આર.એમ.સી.), ડો. મનીષ રાડીયા (ચેરમેન-હેલ્થ વિભાગ આરએમસી) વિજયભાઇ મજેઠીયા (આશા મેડીકલ-પોરબંદર) અને વિક્રમભાઇ જસાણી (અગ્રણી બીઝનેશમેન) સહીતના હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.