Abtak Media Google News

આઈએસના બે આતંકીઓ મુંબઈ અને અમદાવાદમાં યહુદીઓને નિશાન બનાવવા માંગતા હતા: એટીએસ

અમદાવાદ અને મુંબઈમાં શ્રેણીબધ્ધ હુમલાના કાવત્રાનો ઘટસ્ફોટ થયો છે. ૨૦૧૭ના ઓકટોમ્બર મહિનામાં ઝડપાયેલા આઈએસના આતંકવાદી કાસીમ સ્ટીમ્બરવાલા અને ઉબેદ મીર્જાએ અમદાવાદ અને મુંબઈમાં યહુદી સમાજના વસવાટ ઉપર શ્રેણીબધ્ધ હુમલા કરવાનું ષડયંત્ર રચી કાઢયું હોવાનો ધડાકો ગુજરાત એટીએસ દ્વારા થયો છે.

એટીએસના સુત્રોના જણાવ્યાનુસાર અમદાવાદના ખમાસા વિસ્તારમાં વસ્તા યહુદી સમાજના લોકો ઉપર હુમલો કરવા પ્લાન ઘડાયો હતો. આ ઉપરાંત મુંબઈના કોલાબાના નરીમાન હાઉસને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. અલબત બન્ને આતંકી એટીએસના સકંજામાં આવી જતા ષડયંત્ર ખુલ્લુ પડી ગયું છે.

બન્ને આરોપીને દિલ્હી, લખનૈ, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને સુરતમાં ગેરકાયદે હયિારોના વહન માટે ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરતમાં હયિારો એકઠા કરવાની તરકીબ પણ બન્ને આતંકીઓની હતી. અંકલેશ્ર્વર કોર્ટમાં ૧૫૦૦ પાનાની ચાર્જશીટ સબમીટ કરવામાં આવશે. ૧૦૦ થી વધુ સાક્ષીઓના સ્ટેટમેન્ટ લેવાયા છે જે પણ રજૂ થશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮ના મુંબઈ હુમલા સમયે લશ્કર એ તોયબાના આતંકીઓએ મુંબઈના નરીમાન હાઉસને નિશાન બનાવ્યું હતું. નરીમાન હાઉસ યહુદી સમાજની ખ્યાતનામ સ્ળ છે. જયાં યહુદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મુંબઈ હુમલા સમયે મોટી સંખ્યામાં લોકોના મોત નિપજયા હતા. ત્યારબાદ ફરી અમદાવાદ અને મુંબઈમાં યહુદી સમાજને નિશાન બનાવવાના આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ થતા ચકચાર મચી જવા પામી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.