Abtak Media Google News

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ હતી. જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમ 116 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં 117 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતે શ્રેણીમાં પણ 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ડેબ્યું મેચમાં ઓપનર સાઈ સુદર્શને અડધી સદી ફટકારી : ત્રણ મેચની સિરીઝમાં ભારત 1-0 થી આગળ

સાઈ સુદર્શને પોતાની ડેબ્યુ મેચમાં અડધી સદી પૂરી કરી છે. તેણે 16મી ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો. તેના પછી શ્રેયસ અય્યરે પણ સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે એન્ડીલે ફેહલુકવાયોના બોલ પર ડેવિડ મિલરના હાથે કેચ આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પર શાનદાર ફિફટી ફટકારીને આજની મેચમાં આઉટ થયો હતો.

ભારતે દક્ષિણ આફ્રિકાને 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાને ચાર વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે નન્દ્રા બર્જરને ક્લીન બોલિંગ કરીને આફ્રિકાની ઇનિંગ્સને સમેટી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ જ ઓવરથી ભારતીય ઝડપી બોલરોથી પરેશાન હતી. ભારતીય બોલર અર્શદીપ સિંહે 5 વિકેટ ઝડપી હતી અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. બીજી તરફ આવેશ ખાને પણ ચુસ્ત બોલિંગ કરી 4 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. વિશ્વકપ 2023ની હાર બાદ ભારતીય નવોદિતોને વધુ ને વધુ તક આપવમાં આવી રહી છે ત્યારે આ આફ્રિકા ટુર ભારતીય ટીમ માટે સોના ની ખાણ સાબિત થશે કે કેમ ? પ્રથમ વનડેમાં નવોદિત ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનના પગલે આફ્રિકાની ટીમ ધરાશાઈ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.