Abtak Media Google News

સુવિધા નહી તો ભાજપને મત નહીં: વેપારીઓમાં રોષ

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવતા હોવાના બણગા ફૂકવામાં આવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામકાજો અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણકે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા એક બની ત્યારે અનેક સપના લોકોને સરકાર અને તંત્રએ દેખાડ્યા હતા પરંતુ હવે આ સપના કેટલી આજે સાકાર થઈ રહ્યા છે તે આજે સુરેન્દ્રનગર શહેરી તથા વઢવાણ પંથકમાં નેતાઓ અને ચૂંટાયેલા આગેવાનો પ્રજા સાથે રહી અને ફક્ત મુલાકાત લે તો પણ તેમની આંખ સામે ફક્ત વિકાસની વાતો આવે કામ ન આવે તેવું લોકોનું કહેવું છે.

1658293975088

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં વિકાસ અર્થે શહેરી વિસ્તારમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે તેવી વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા અસમર્થ નિવૃત્તિ છે તેવા સંજોગોમાં ખાસ કરી સુરેન્દ્રનગર અને જે વઢવાણ જીઆઇડીસી આવેલી છે તેમાં 700 થી વધુ ઉદ્યોગ આવેલા છે ત્યારે આ ઉદ્યોગોમાં પીવાનું પાણી તેમજ રોડ રસ્તા પ્રાથમિક સુવિધા સ્ટ્રીટ લાઈટો જેવી સગવડતા પણ પાલિકા આપી રહી નથી.

આ મામલે સીઆર પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વઢવાણ જીઆઇડીસીના ઉદ્યોગકારો રજૂઆત કરશે તેવા સંજોગોમાં 700 ઉધોગોને પીવા નું પાણી અને સ્ટ્રીટ લાઈટ રોડ-રસ્તા અને પ્રાથનીક સુવિધા ૠઈંઉઈ વિસ્તારમાં પીલિકા સુવિધા આપવા માં નિષ્ફળ નીવડી છે.ત્યારે ઉધોગકારો દ્વારા 17 રસ્તાઓ બંધ કરવા ની ચીમકી આપી છે અને ઉધોગકારોએ પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે.જો સુવિધા નહિ મળે તો 23000 હજાર કર્મચારીઓ સાથે આંદોલન પર પાલિકા સામે ઉતરશે તેવી પણ ચીમકી આપાઇ છે પાલિકા માં ઉંચો વેરો ઉધોગકારો ચૂકવે છે પરંતુ પાલિકા સુવિધા આપવા માં નિષ્ફળ નીવડતા ઉધોગકારોમાં રોષ વ્યાપ્યો છે અને આ અંગે પાલિકા સામે આંદોલન ઉપર ઉતરવાની ચીમકી પણ ઉદ્યોગકારોએ આપી છે

દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ વઢવાણ જીઆઇડીસી ભરી રહી છે ઉદ્યોગકારો દર વર્ષે ત્રણ કરોડ રૂપિયાનો વેરો પાલિકાને ચૂકવી રહ્યા છે પરંતુ સામે સુવિધા મળવી જોઈએ તેનાથી વધારે દુવિધા પાલિકા તંત્ર ઉદ્યોગકારોને આપી રહ્યું છે તે ઉદ્યોગકારોનું કહેવું છે ત્યારે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ટેક્સ વસુલાત બાદ પણ પાલિકા તંત્ર જો વ્યવસ્થિત ઉદ્યોગકારોને સુવિધા ન આપી શકતું હોય તો આમ જનતાને તો કેવી રીતે આપી શકે તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે ત્યારે આજ મામલે ઉદ્યોગકારોએ બેઠક યોજાઈ અને મહત્વપૂર્ણ કેટલાક નિર્ણયો લીધા છે અને નગરપાલિકા સામે મોરચો માંડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.