Abtak Media Google News

બેરોજગારીનો ઉકેલ કાઢતી સરકાર

નાણાકીય વર્ષ 2023 માં માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રે કુલ ૩.૫૧ લાખ કરોડ રૂપિયાની લોન નાના ધંધાર્થીઓને અપાઈ, જે ગત વર્ષ કરતા પણ વધુ

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા વ્યાજદર વચ્ચે પણ લોન લેવાનું પ્રમાણ ઘટ્યું નથી. ત્યારે બેરોજગારીનો પ્રશ્ન લોકોને ન સતાવે તે માટે નાના ધંધાર્થીઓ ને માઇક્રો ફાઇનાન્સ આપવા માટે સરકાર જ થયું છે નાના ધંધાર્થીઓ ઉપર સરકારને વિશ્વાસ છે કે તે સમયસર ચુકવણું કરશે અને આલિયા માલ્યા જમાલીયા જેવી સ્થિતિ ઉદ્ભવિત નહીં થાય. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ માઇક્રોફાઇનાન્સ કંપનીઓનો ધિરાણ ગ્રોથ ડબલ ડિજિટમાં પહોંચી ગયો  છે. નાણાકીય વર્ષ 2023 માં માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રે 21 ટકાની વૃદ્ધિ કરી છે.

વ્યવસાયિક કારોબારને વધારવા અથવા નાનાપાયે બિઝનેસ શરુ કરવા માટે સરકાર લોન આપી રહી છે. તેને પ્રધાનમન્ત્રી મુદ્રા લોનના નામથી ઓળખવામાં આવે છે. તેમાં 10 લાખ સુધીની લોન મળવા પાત્ર છે. જેથી તમે કોઈ પણ નાનો વ્યવશાય શરુ કરી શકો અથવા તમારા ધંધાને આગળ વધારી શકો. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ બેંકો, માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ, એનબીએફસીના માધ્યમથી તમે લોન લઇ શકો છો. માઇક્રો ફાઇનાન્સ બેંકો ઝડપથી લોન પણ મળી જશે.

બીજી તરફ દરેક બેંકો કોઈ દસ્તાવેજો નહીં પરંતુ સેલ્ફ ગેરંટર રૂપે લોન આપી રહી છે કારણ કે સરકાર માને છે કે નાના ઉદ્યોગકારોને જો આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે તો તે દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવામાં મદદરૂપ સાબિત થશે. અત્યાર સુધી બેંકો દ્વારા મોટા માથાઓને ખૂબ મોટી રકમની લોન આપવામાં આવતી હતી અને તેની સાથે છેતરપિંડી પણ થવાના કિસ્સાઓ તીન પ્રતિદિન વધતા જોવા મળ્યા હતા.

પરંતુ નાના ઉદ્યોગકારોની વાત કરવામાં આવે તો તેઓએ કોરોના જેવા કપરા સમયમાં પણ સમયસર તેમના નાણાંની ચુકવણી કરી હતી અને પોતાપરનો વિશ્વાસ યથાવત રાખ્યો હતો. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ સરકાર નાના ધંધાર્થીઓને બેઠા કરવા માટે વિચાર કરી રહી છે અને પરિણામ સ્વરૂપે માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રમાં 21 ટકાનો વૃદ્ધિદર પણ નોંધાયો છે.

આંકડાકીય માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2023માં નાના ધંધાર્થીઓને કુલ ૩.૫૧ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી જે ગત વર્ષે 2.89 લાખ કરોડ રૂપિયા રહી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો જ સ્પષ્ટ કરે છે કે નાના ધંધાર્થીઓને વેપારીઓ કે જેઓને નાણાંની તાતી જરૂરીયાત છે અને તેઓ તેમનો વ્યવસાય વિકસાવવા માંગે છે ત્યારે આ સ્થિતિમાં સરકાર અને માઇક્રો ફાઇનાન્સ દ્વારા તેમને યોગ્ય રીતે સાથ અને સહકાર આર્થિક રીતે આપવામાં આવ્યો છે.

લોકો સ્વનિર્ભર બનતા જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું

હાલ જે રીતે દેશની અર્થવ્યવસ્થા વિકસિત થઈ રહી છે તેને લઈ સરકાર સતત એ દિશામાં જ વિચાર કરી રહી છે કે વધુને વધુ લોકોને રોજગારી કેવી રીતે આપી શકાય ત્યારે સરકાર રોજગારી આપવા માટે સીમિત છે જેને ધ્યાને લઈ લોકોને સ્વનિર્ભર બનાવવા અનેકવિધ યોજનાની અમલવારી શરૂ કરી છે જેના ભાગરૂપે સ્ટાર્ટઅપ પણ એક નવી પહેલ છે. સરકારી ઈચ્છે છે કે મહત્તમ લોકો પોતાનું વ્યવસાય શરૂ કરી સ્વ નિર્ભર બને અને તેના જ ભાગરૂપે સરકાર માઇક્રો ફાઇનાન્સ રૂપે લોકોને નાણા આપી રહ્યું છે અને પરિણામ સભર જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં બેરોજગારીનું ટકાવારી પણ મહદ અંશે ઘટી છે. ગત નાણાકીય વર્ષમાં બેરોજગારીનું પ્રમાણ 8.2 ટકા રહ્યું હતું જે ગત એટલે કે નાણાકીય વર્ષ 2023 ના છેલ્લા ક્વાર્ટરમાં બેરોજગારીનું પ્રમાણ 6.8 ટકા રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.