Abtak Media Google News

રિક્ષાની વાટે ઉભેલા પ્રૌઢાએ અનંતની વાટ પકડી

વેરાવળ- કોડીનાર હાઇ-વે પાસે ઘંટીયા ગામની ચોકડી પાસે રિક્ષાની વાટે ઉભેલા મહિલા તબીબને કાળમુખી ટ્રકે ટર્ન લેતી વેળાએ ચગદી નાખતા પ્રૌઢાએ

અનંતની વાટ પકડી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર દોડી ગઇ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ- કોડીનાર હાઇ-વે પાસે આવેલા ઘંટીયા ગામે રહેતા અને થોડે દુર આવેલા પ્રાચી ગામે કલીનીક ધરાવતા ડો. હંસાબેન અમરશીભાઇ ધુડા નામના પ૮ વર્ષના મહિલા તબીબ ગઇકાલે સવારે પોતાના કલીનીક જવા માટે રિક્ષાની રાહે રોડની બાજુમાં ઉભા હતા.

તે દરમિયાન કાળમુખી ટ્રકે ટર્ન લેતી વેળાએ મહિલા તબીબ હંસાબેનને જોટામાં ચગદી નાખતા ગંભીર રીતે ઘવાયેલા ડો. હંસાબેનનું કમકમાટી ભયુૃ મોત નિપજયું હતું.

કોરોનાની મહામારીમાં યોઘ્ધા તરીકે કામ કરી રહેલા તબીબના આકસ્મિક મોતથી ગામમાં શોકનો માહોલ છવાઇ રહ્યો છે. પોલીસે ઘટનાની નોંધી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.