Abtak Media Google News

વિશ્ર્વ વિક્રમી નાટકના સર્જક અને ગુજરાતી ફિલ્મ ચિત્કારના દિગ્દર્શક લત્તેશ શાહ ‘અબતક’ની મુલાકાતે

આગામી ઓગષ્ટી હિન્દી ફિલ્મ શરૂ કરશે: દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ બનાવવાનો સંકલ્પ

ગુજરાતી ફિલ્મોને જો યોગ્ય સા સહકાર મળે તો આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તામિલ, તેલગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પણ પાછળ રાખી શકે છે. કારણ કે, ગુજરાત પાસે સબજેકટ અને સાહિત્ય પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેના પરી બીજા કરતા અલગ ક્રિએશન બની શકે છે તેવો સુર વિશ્ર્વ વિક્રમી નાટકના સર્જક તેમજ ચિત્કાર ફિલ્મના ડિરેકટર લતેશ શાહે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન વ્યકત કર્યો હતો.

Dsc 9184લતેશ શાહે જણાવ્યું કે, તેઓ દ્વારા સર્જન કરાયેલા ચિત્કાર નાટકને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ૨૫ વર્ષ સુધી ધુમ મચાવી ચુકેલા આ નાટકે વિશ્ર્વ વિક્રમ સર્જયો હતો. લતેશ શાહે એવો સંકલ્પ પણ લીધો છે કે, તેઓ દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ બનાવશે. ઉપરાંત તેઓ ઓગષ્ટ માસી હિન્દી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. હિન્દી ફિલ્મોમાં પર્દાપણ કર્યા બાદ પણ તેઓ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ ચાલુ જ રાખશે. તેઓએ ચિત્કાર ફિલ્મ વિશે જણાવ્યું કે, તેઓને ગુજરાતી તખતા પર અનેરા વિક્રમો સર્જનારા નાટક ચિત્કાર પરી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. ચિત્કાર ફિલ્મનું શુટીંગ રીયલ લોકેશન પર કરવામાં આવ્યું છે. ફિલ્મમાં માનસિક દિવ્યાંગો અને તેની હોસ્પિટલમાં શુટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે સાવરકુંડલામાં આવેલા માનવ મંદિરને પસંદ કરવામાં આવ્યું હતું. સતત ૪૦ દિવસ સુધી માનવ મંદિરમાં સાચા દર્દીઓને સો રાખી શુટિંગ કરાયું હતું.

માનસિક દિવ્યાંગોને સમાજે તરછોડી દીધા હોવાી તેઓ માનવ મંદિર ખાતે રહેતા હોય છે. તેમની સો જો પ્રેમી વર્તન કરવામાં આવે તો તેઓ પણ સામે પ્રેમી વર્તન કરે છે. આ વાતને ફિલ્મ ચિત્કારના શુટીંગ દરમિયાન ર્સાક કરવામાં આવી હતી. બોલીવુડ અને દક્ષિણની ફિલ્મોમાં અનેરી નામના ધરાવતા જયંતીલાલ ગડા (પેન ઈન્ડિયા લી.)ના ગુજરાતી તખતા પર ચિત્કાર જેવું વિશ્ર્વ વિક્રમી નાટક આપનારા લતેશ શાહે ગુજરાતી ફિલ્મ ચિત્કાર દ્વારા ગુજરાતી સિનેમામાં પર્દાપણ કર્યું છે.

અગાઉ ચિત્કાર ફિલ્મ હિન્દીમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ આ ફિલ્મને પ્રમ ગુજરાતીમાં બનાવવાનો નિર્ણય લેવાયો. ગત ૨૦મી એપ્રિલે આ ફિલ્મ ગુજરાતની સો મુંબઈ, કોલકત્તા, લંડન, અમેરિકા, આફ્રિકામાં એક સો રીલીઝ કરવામાં આવી હતી. ફિલ્મની કા, પટકા, સંવાદ, નિર્માણ અને દિગ્દર્શનની જવાબદારી લતેશ શાહે નિભાવી છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં સુઝાતા મહેતા, હિતેન કુમાર, દિપક ઘી વાલા, છાંયા વોરા અને લતેશ શાહ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.