Abtak Media Google News

એક વર્ષમાં રૂ.૧૩.૨૭ કરોડની આવક સામે રૂ.૨૭.૦૮ કરોડનો ખર્ચ

રાજકોટવાસીઓને આંતરીક પરિવહનની ઉત્તમ સેવા મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી બીઆરટીએસ અને સિટી બસ સેવા હવે તંત્ર માટે સફેદ હાી સમાન બની ગઈ છે. છેલ્લા એક વર્ષમાં બીઆરટીએસ અને સિટી બસ ચલાવવાના કારણે કોર્પોરેશનને રૂ.૧૪.૫૭ કરોડની તોતીંગ ખોટ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરએમટીએસના નેજા હેઠળ હાલ શહેરમાં ગોંડલ રોડ ચોકી માધાપર ચોકડી સુધીના ૧૦.૭૦ કિ.મી.ના બીઆરટીએસ રૂટ પર ૧૦ એસી બસ સેવા અને શહેરના અલગ અલગ વિસ્તારમાં ૩૦ મોટી અને ૬૦ નાની સિટી બસ દોડાવવામાં આવી રહી છે. બીઆરટીએસ અને સિટી બસ દોડાવવાના કારણે મુસાફરો મુસાફરી ભાડા પેટે મહાપાલિકાના છેલ્લા એક વર્ષમાં રૂ.૧૩.૨૭ કરોડની આવક વા પામી છે. જેની સામે ઈંધણનો ખર્ચ, ડ્રાઈવર તા અન્ય ખર્ચા સહિત કુલ રૂ.૨૭.૦૮ કરોડનો તોતીંગ ખર્ચ યો છે.

આમ છેલ્લા એક વર્ષમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા આપવામાં મહાપાલિકારૂ.૧૪.૫૭ કરોડના ખોટના ખાડામાં ઉતરી ગઈ છે. દિન પ્રતિદિન ખોટ સતત વધી રહી છે. આવક વધારવા માટે કોઈ ઉપાય શોધવામાં આવતા ની. આગામી દિવસોમાં બીઆરટીએસરૂટ પર ૫ ઈલેકટ્રીક બસ પણ શરૂ કરવામાં આવનાર છે. જો તંત્ર આવક-જાવકના આંકડા સરભર નહીં રાખે તો ઈલેકટ્રીક બસ પણ ખોટ ખાઈને દોડાવવી પડશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.