Abtak Media Google News

આર્ચરી પર સફળતા મેળવી નેશનલ કક્ષાએ પહોચવા

દિકરીને જો ઉડવા માટે ખુલ્લું આકાશ તથા સહયોગ આપવામાં આવે તો તે દરેકક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવી જ કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરીઓએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહેનતના બળે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.

અંજાર તાલુકાના વરસામેડીની જિજ્ઞા અરજણભાઇ  રબારીની અને અજાપરની ચેતના સકરાભાઈ રબારીની જેણે નાનપણ ગાયો-ભેંસો વચ્ચે વિતાવીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. નાનપણથી  રમત-ગમતમાં ખુબ જ હોંશિયાર હોવાથી માધાપર ખાતે સરકાર દ્વારા કાર્યરત ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં એડમિશન પ્રાપ્ત થયું. બંને દિકરીઓની કાબેલિયતને ઓળખીને આર્ચરીમાં તાલીમ આપવામાં આવતા આજે 14 વર્ષની જિજ્ઞા અને 13 વર્ષની ચેતના નાનકડા ગામથી લઇને સમગ્ર ગુજરાતનું નામ દેશમાં રોશન કરી રહી છે. તાજેતરમાં કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં બંને દિકરીનું ખાસ જિલ્લા સર્માહતાએ ખાસ સન્માન કરીને પ્રોત્સાહિત કરી હતી.

જિજ્ઞા રબારી જણાવે છે કે, માતા – પિતા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ ભણતર અને રમત-ગમત ક્ષેત્રે મારી રૂચિ જોઇને આ ક્ષેત્રે આગળ વધવા મને ખુબ જ સહયોગ આપે છે. પરંતુ મારા પિતા નિરક્ષર હોવાછતાં પણ મારી પડખે ઉભા છે. મારી આર્ચરી ગેમમાં ધગશ અને નેશનલ સુધીની રમત જોઇને રૂપિય ા એકલાખની કિંમતની આર્ચરી લઇ આપી છે.

રીકવર આર્ચરીમાં હથોટી ધરાવતી જિજ્ઞા આર્ચરી ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા આંધ્રપ્રદેશ-વિજયવાડામાં આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજયને રી-પ્રેઝન્ટ કરીને કવોલીફાઇડ કર્યું હતું. તો ધો.8માં અભ્યાસ કરતી ચેતના રબારી કમ્પાઉનડ આર્ચરી કેટેગરીમાં નેશનલ ગેમ રમીને કવોલીફાઇડ થઇ હતી. આ બંને દિકરીઓ આજે કચ્છ અને ગુજરાતનું ગૌરવ બનીને ઉભરી રહી છે અને આર્ચરીમાં આગળ વધી રહી છે. જે દર્શાવે છે કે, દિકરીઓને માત્ર પ્રોત્સાહન આપવામાં આવે તો તે ધારે તે કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.