Abtak Media Google News

મેટલને આપો તિલાંજલિ અને પહેરો લાકડાનાં બિડ્સ અને જૂટમાંથી બનેલા લાંબા નેકલેસ જે સ્કિનને કોઈ ઍલર્જીનો ભોગ ન બનાવે

આજકાલ ઑફિસ જતી પ્રોફેશનલ યુવતીઓથી માંડીને કોલેજની ટીનેજર્સ ડેઇલી બેઝિસ પર હેવી નેકપીસ, ઈયર કફ, બંગડીઓ અને બ્રેસલેટ જેવી હેવી જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. બાકીની સીઝનમાં તો ઠીક, ઉનાળામાં પસીનાને લીધે મેટલની હેવી જ્વેલરી પહેરવી સ્કિન માટે અસહ્ય બની જાય છે. જોકે અહીં ઇકો-ફ્રેન્ડ્લી જ્વેલરી સ્કિન માટે સીઝન પ્રમાણેનો પર્ફેક્ટ અને સેફ ઑપ્શન બને છે. આ પ્રકારની જ્વેલરીમાં કેવા ઑપ્શન છે એ જાણી લો.

વુડન જ્વેલરી

30Wood Inyt1 Superjumboવુડન જ્વેલરીમાં નાનાં-મોટાં રંગીન બિડ્સ જ નહીં, બીજા પણ ઘણા ઑપ્શન છે. લાકડામાંથીઅવનવા કાપેલા મોટિફ પર ડેકોરેશન કરી એને પેન્ડન્ટ કે ઈયરરિંગ્સ તરીકે પહેરવાનો ટ્રેન્ડ જૂનો અને જાણીતો છે જે કેઝ્યુઅલ અને ફન્કી લુક આપે છે. વુડન જ્વેલરીમાં લાંબી માળાઓ, ઝીણાં મોતીને ગૂંથીને બનાવેલા આકર્ષક ચોકર નેકલેસ, રંગબેરંગી બ્રેસલેટ અને ઈયરરિંગ્સ જેવા ઑપ્શન વુડન જ્વેલરીમાં મળી રહે છે. આજકાલ લાકડા પર સરસ મોડર્ન સ્ટાઇલનું નિયોન કલર્સમાં પેઇન્ટિંગ કરેલી જ્વેલરી પણ ટ્રેન્ડમાં છે.

પેપર જ્વેલરી

4B2665Fae56Ace0A32Bae74475Cc5165 1પ્રેક્ટિકલ, આકર્ષક અને વાજબી હોવા છતાં પેપર જ્વેલરીનો ક્ધસેપ્ટ હજી ફેશન-વર્લ્ડમાં જોઈએ એવો ની ખીલ્યો. ન્યુઝપેપરી માંડીને રંગીન કાર્ડબોર્ડ કે માર્બલ પેપરનો ઉપયોગ કરીને પણ પેપર જ્વેલરી બનાવવામાં આવે છે. કાગળમાંથો ફ્લાવર્સ, પાન કે બીજા જ્યોમેટ્રિકલ શેપ્સ કાપીને એને ખાસ પ્રકારના ગ્લુમાં બોળીને વોટરપ્રૂફ બનાવવામાં આવે છે જેમાંથીપછીથી નેકલેસ, બ્રેસલેટ કે ઈયરરિંગ્સ જેવી જ્વેલરી બનાવવામાં આવે છે. આ સિવાય પેપરને આકર્ષક રીતે રોલ કરીને કરવામાં આવતા પેપર ક્લીલિંગ ક્રાફ્ટમાંથી બનેલાં નેકલેસ અને ઈયરિંગ્સ પણ ખૂબ સુંદર લાગે છે. પેપર જ્વેલરીને વધુ સુંદર બનાવવા માટે એના પર કાચ અવા લાકડાનાં મોતી લગાવવામાં આવે છે. પેપર જ્વેલરી મેકિંગ પેપર-ક્રાફ્ટનો જ એક પ્રકાર છે એવું પણ કહી શકાય. કાગળમાં પણ ટકાઉ અને મેટલને પણ ટક્કર આપે એવી આકર્ષક જ્વેલરી મળી રહે છે.

ક્લો અને લેસ

Image

આજકાલ યુવતીઓમાં ખૂબ ફેવરિટ બનેલી આ જ્વેલરી જોકે પૂરી રીતે ઇકો-ફ્રેન્ડ્લી ન કહી શકાય; કારણ કે એમાં ડેકોરેશન માટે પ્લાસ્ટિકનાં મોતી, કાચનાં બિડ્સ વગેરેનો ખૂબ ઉપયોગ થાય છે. જોકે લેસમાંથી બનેલી હોવાથી એ સ્કિન-ફ્રેન્ડ્લી જરૂર છે. કાપડનો બેઝ લઈ એના પર મોતી ટાંકીને બનાવવામાં આવતી જ્વેલરી ગુજરાત અને કચ્છનો પુરાણો ક્ધસેપ્ટ છે. જોકે હવે લેસમાંથી બનેલાં ફ્લાવર્સ અને એના પર ડાયમન્ડ્સ અવા મોતી લગાવીને તૈયાર કરવામાં આવતા નેકલેસ અને બ્રેસલેટ વેસ્ટર્ન પાર્ટીવેઅર અને ફોર્મલ ઑફિસવેઅર સાથે પહેરવા માટે પર્ફેક્ટ છે.

વુલન અને ક્રોશે જ્વેલરી

ઊનના અવા રેશમી ક્રોશે દોરાને કલાત્મક રીતે ગૂંથીને બનાવવામાં આવતી જ્વેલરીનો વેસ્ટર્ન ક્ધટ્રીઓમાં ખૂબ ક્રેઝ છે. ઇકો-ફ્રેન્ડ્લી હોવાની સાથે વજનમાં પણ હલકી હોવાને લીધે આ જ્વેલરી ડેઇલી વેઅરમાં પહેરવા માટે પહેલી પસંદગી બને છે. જેમને આ કલા આવડતી હોય તેમના માટે જુદી-જુદી ડિઝાઇનની રંગીન જ્વેલરી બનાવવી ખૂબ આસાન બની જશે. ક્રોશેમાંથીનેકલેસ, બ્રેસલેટ, એન્કલેટ, ઈયરરિંગ્સ જેવી અનેક પ્રકારની જ્વેલરી ગૂંર્થી શકાય છે.

જૂટ જ્વેલરી

N જૂટમાંથી આજકાલ એવી જ્વેલરી બને છે જે જોઈને મોતી કે કુંદનમાંથી બનાવેલી હોય એવો લુક આપે. આ જ્વેલરી મોટા ભાગે કલકત્તાના કારીગરો બનાવે છે.

જૂટના કાપડને લાકડા પર લગાવીને એના પર રંગબેરંગી લાકડાનાં મોતી લગાવીને આ જ્વેલરી બનાવવામાં આવે છે. જૂટની જ્વેલરીમાં હેવી નેકલેસ, નાજુક પેન્ડન્ટ સેટ, ઈયરરિંગ્સ, બ્રેસલેટ અને  બંગડીઓ વગેરે લોકપ્રિય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.