Abtak Media Google News

ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સ્વપ્નને બળ મળશે

મહિલા યુવાનોને રોજગારી મળશે અને ગૌશાળા પાંજરાપોળ સ્વાવલંબી બનશે

દેશમાં ગૌમય ગણેશની અદભૂત પૂર્ણ સફળતા બાદ હવે વિવિધ ભગવાનોની મૂર્તિ, કીચન, ઘડિયાળ વગેરેનું ગોમય અને પંચગવ્ય પ્રોડકટસ દ્વારા નિર્માણ કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયાએ પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન વિભાગના સચીવ ડો. અતુલ ચર્તુવેદી, સહસચીવ તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગના સભ્ય સચીવ ડો. ઓ.પી.ચૌધરી સાથે પશુપાલન, ડેરી અને

મસ્યપાલન વિભાગના કેબીનેટ મંત્રી ગીરીરાજસિંહ સાથે દિલ્હીમાં સતાવાર મુલાકાત કરી હતી. આ મીટીંગમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓ અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા હાલમાં ચલાવવામાં

આવેલા રાષ્ટ્રવ્યાપી ’ગોમય ગણેશ અભિયાન’ ની પ્રચંડ સફળતા તેમજ અન્ય આનુષાંગીક ગતિવિધીઓ તથા આ અભિયાન થકી ગૌસેવાગૌઆધારીત ઉદ્યોગોના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલી દેશના વિવિધ વિભાગોની સંસ્થાઓ સાથેના જોડાણ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચાઓ કરાઈ.

’ગોમય ગણેશ અભિયાન’ ની પ્રચંડ, ગરીમામય સફળતાથી પ્રેરાઈને આગામી દિવસોમાં દેશીકુળના ગાયોના ગોબરમાંથી નિર્મિત ગોમય મૂર્તિઓ (દેવી-દેવતાઓ જેમ કે લક્ષ્મી, શારદા, દુર્ગા, શ્રી કૃષ્ણ, શ્રીરામ, મહાવીર, બુધ્ધ વગેરે), કિચેન, ટેબલપીસ, કેલેન્ડર, ઘડીયાળ, ફ્રેમ,ચંપલ, લાભ-શુભ, પ્લેટસ, જેવી અનેક વસ્તુઓનું નિર્માણ કરનારાઓને પ્રોત્સાહીત કરી તેમજ માર્ગદર્શન આપી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રામ વિકાસ, ખેડૂતોની આવક બમણી કરવાનું અભિયાન, મહિલા યુવાનોને રોજગાર, આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, પર્યાવરણ રક્ષાના આહવાનમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ સહભાગી બનશે. આ નિરંતર રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી ગૌશાળા-પાંજરાપોળો અને ખેડૂતોને છાણ સહીતની પંચગવ્ય પ્રોડકટસનું પુરતું મુલ્ય પણ મળતુ થશે.

આખા ભારતમાં નિ:સહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ન વિકટ બન્યો છે આ સમસ્યાના સમાધાન માટે દેશના દરેક તાલુકામાં પશુ અભ્યારણ્ય, ગૌઆશ્રય ધામ, ગૌશાળા જેવા નામોથી અને સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓનું સમન્વય કરી તેમજ સામાજીક,

સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પી.પી.પી. મોડલ, જનભાગીદારીનાં માધ્યમથી ગૌધામનું નિર્માણ સ્થાનીક સ્તરે જ કરવામાં આવે.જયાં સ્થાનીક મહિલાઓ, યુવાનો જોડાય અને રોજગારી પ્રાપ્ત કરે તેમજ ગૌમૂત્ર, ગોબરના વેચાણ થકી આવક પણ મેળવે અને સાથોસાથ આ ગૌશાળા પણ લાંબા ગાળે સ્વાવલંબી બને વધુમાં આ ગૌધામમાં ભેગી કરાયેલી રખડતી ગાયોને પુરતા પ્રમાણમાં આરોગ્યવર્ધક ખોરાક, સારવાર આપીને ફરીથી તેમને તંદુરસ્ત બનાવવામાં આવે અને જયારે અને જે ગાયો તંદુરસ્ત બને તેમને ફરીથી કૃષિ, પશુપાલન વિગેરે કાર્ય માટે સમાજને ફરીથી ભેટ આપવામાં આવે. આ કેન્દ્રમાં સારી નસલના ધણખુંટ પણ પ્રાપ્ત થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ વિષય અંગેની વિસ્તૃત માર્ગદર્શીકા રાષ્ટ્રીય કામધેનુ આયોગ સૌને મોકલશે. આ મીટીંગમાં “રાષ્ટ્રીય ગૌવિજ્ઞાન” ઓનલાઈન પરીક્ષા સમગ્ર ભારતવર્ષમાં લેવા અંગેની રૂપરેખા પણ નકકી કરવામાં આવી. એકંદરે અત્યંત ઉત્સાહપૂર્ણ, હકારાત્મક વાતાવરણમાં પૂર્ણ થયેલા આ વાર્તાલાપમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ગૌવ્રતી અધ્યક્ષ ડો. વલભભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં સમગ્ર ભારતવર્ષમાં એક ’એપેક્ષ બોડી’ તરીકે થઈ રહેલી રાષ્ટ્રીય કામધેનુ આયોગની પ્રવૃતિઓની અનુમોદના કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.