Abtak Media Google News

ફિલ્મ પીકે પછી દત્તની કોઈ ફિલ્મ પડદા પર આવી રહી છે

દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે…. સંજય દત્તની મમ્મી સ્વ. નરગીસની ફિલ્મ મધર ઈન્ડીયાના એક ગીતની આ પંકિત અત્યારે અભિનેતાના જીવનમાં બંધ બેસે છે. જી હા, સાડા ત્રણ વર્ષ પછી સંજય દત્તની મૂવી પરમદા’ ડે શુક્રવારે રીલીઝ થશે.ફિલ્મ ‘પીકે’ પછી સંજય દત્તની કોઈ ફિલ્મ ‚પેરી પડદે આવી રહી છે. અસલમાં સંજુ બાબા તરીકે લાડમાં બોલાવાતો અભિનેતા ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં જેલ સજા કાપતો હતો. જેલમાં તેણે નાટકો ભજવ્યા, રેડીઓ જોકી બન્યો, પરંતુ ફિલ્મોની તો વાત જ ન્યારી છે. આમ પણ દત્તનો અલાયદો ચાહક વર્ગ છે. બાય ધ વે, ફટી હૂઈ જીન્સનું ચલણ સંજુએ જ શ‚ કર્યું.સંજય દત્તની કુંડળીમાં ગ્રહો જ વાંકા છે. અનેક ચઢાવ ઉતાર અને ફાઈનલી આગામી શુક્રવારે ‘ભૂમિ’ રીલીઝ થઈ રહી છે. જેમાં તેની સાથે અદિતિરાવ હૈદરી અને શરદ કેલકરની મૂખ્ય ભૂમિકા છે.દત્ત હોય ત્યાં મારધાડ હોય જ. ‘ભૂમિ’માં પણ છે. એકશન અને ઈમોશન બંને છે. સન્ની લીઓનીનું હૈયુ ધગી જાય તેવું ગરમાગરમ ટ્રીપી ટ્રીપી સોન્ગ પણ છે. જો સેન્સરે કાતર ન ફેરવી હોય તો.ફિલ્મ રોકીથી બોલીવૂડમાં પ્રવેશ બાદ વિધાતા, નામ, સડક, મુન્નાભાઈ સીરીઝ વિગેરે દત્તની સુપરહીટ મૂવીની યાદી વધુ લાંબી નથી પણ સદનસીબે તેને ફિલ્મોની ખોટ તો પડી જ ન હતી. ફિલ્મ ‘ભૂમિ’ બાદ તે મુન્નાભાઈ સીરીઝની આગલી કડીમાં પણ છે. તેની બાયોપિક ‘દત્ત’ પણ અન્ડર પ્રોડકશન છે.તેમાં રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા નિભાવી છે.મા ને કેન્સર, પ્રથમ ફિલ્મનું દબાણ, ડ્રગની લત, પત્નીને કેન્સર, લગ્નવિચ્છેદ, જેલવાસ, પુત્રીનો વિયોગ બાપ રે બાપ આટલી બધી અગ્નિપરીક્ષા તો સંજય દત્ત જ આપી શકે!!! ચાલો તો જોઈએ દત્તને પડદા પર…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.