Abtak Media Google News

રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: દરેક હોદેદારોને સર્વાનુમતે રિપીટ કરાયા

આર.કે. યુનિવર્સિટી ખાતે તા.૩૦ને શનિવારે રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં રાજકોટ જિલ્લાનાં તમામ ખાનગી શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અંદાજે ૩૦૦ જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા દરેક સંચાલકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ તેમજ આ સભા દર વર્ષ કરવામાં આવે છે.

આ સભાનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૧૮-૧૯ના હોદેદારોની વરણી તેમજ કારોબારીની રચના અગે મહત્વની ચર્ચા કરવાનો હતો. આ સભાનું આયોજન મહત્વના નિર્ણયો લેવા માટે યોજાઈ હતી. તેમજ નોર્થસ્ટાર સ્કુલ દ્વારા આ સભા હોસ્ટ કરવામાં આવી હતી. આસભા ચાલુ થઈ ત્યારે સા પ્રથમ નોર્થસ્ટાર સ્કુલ અને આર.કે. યુનિ.ના પ્રોજેકટ અને એજયુકેશન સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી.

તેમજ ત્યારબાદ સ્વનિર્ભર મંડળના હોદેદારો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ. દિપ પ્રાગટય થઈ ગયાબાદ દરેક સંચાલકનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સભામા દરેક મેમ્બરનાં જે કાંઈ પ્રશ્નો છે તેની રજૂઆત કરવામાં આવી હતી અને તેનું નિવારણ કરાયું હતુ ત્યારબાદ સ્વનિર્ભર મંડળ માટે નવા હોદેદારોની નિમણુંક સર્વાનુમતીથી કરવામાં આવી હતી. આ હોદેદારોની નિમણુંકમાં દરેક હોદેદારો રીપીટ થયા હતા અને કોઈ જ નવા હોદેદારોની નિમણુંક થઈ ન હતી. દરેકની રીપીટ નિમણુંક કરવામાં આવી હતી.

જેમાં સ્વનિર્ભર મંડળના પ્રમુખ તરીકે અજયભાઈ પટેલ, મહામંત્રી તરીકે અવધેશભાઈ કાનગડ, જિલ્લા ઉપપ્રમુખ તરીકે જયદીપભાઈ જલ્લુ, ડી.કે. વાડોદરીયા, અને પ્રવકતા તરીકે કલ્પેશભાઈ સંખારવા, વિપુલભાઈ પાનેલીયા, દિલીપભાઈ પંચોલી તેમજ ખજાનચી તરીકે રઘુવીરસિંહ રેવર, સંજયભાઈ જોશીની નિમણુંક થઈ હતી. ત્યારબાદ નિમણુંક થયેલા હોદેદારોએ વષૅ ૨૦૧૮-૧૯ માટે એજન્ડા એજયુકેશનના સુધારા વગેરે બાબતે માર્ગદર્શન આપ્યું હતુ. તેમજ પોતાનો ધ્યેય રજૂ કર્યો હતો.Dkvત્યારબાદ દરેક હોદેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ ખુશીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ છેલ્લે સૌ લોકોએ સાથે મળી ભોજન ગ્રહણ કર્યું હતુ આ વિશે અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન પંચશીલ સ્કુલના ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું હતુ કે આજે નોર્થસ્ટાર સ્કુલમાં રાજકોટ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસો.ની વાર્ષિક સાધારણ સભા છે. અને તેમાં ૪૦૦ જેટલા સ્કુલ એસોસીએશનના મેમ્બર છે. અને તેમાં ૩૦૦થી વધુ મેમ્બરો અહી હાજર છે.

આ સભામાં અમુક સમયે નવા હોદેદારોની વરણી કરીએ છીએ. મંડળની વધુમાં વધુ પ્રગતિ થાય અને મંડળ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે, વિદ્યાર્થી વિકાસના પણ ખૂબ સારા કામો થાય, શિક્ષણની સ્થિતિ સુધરે, સાથે સાથે સંચાલકોને જે નાના મોટા પ્રશ્નો છે તેનું સમાધાન પણ થાય તે માટે આ પ્રવૃત્તિ સાથે મંડળ કામ કરશે. આ મંડળ ઘણા બધા સેવાકીય કાર્યો પણ કરે છે.

રાજકોટ મ્યુનિ. કોર્પો. સાથે મળીને પણ અમે ઘણા બધા લોકજાગૃતિના કાર્યો કરીએ છીએ. રાજકોટ પોલીસ કમિશ્નર સાથે તેમજ કલેકટર સાથે જોડાઈને અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ આ સભામાં દરેક સંચાલક કુશળ વહીવટ શીખે અને સારી રીતે સ્કુલ ચલાવી શકે તેમાટે માહિતગાર કરીએ છીએ ખાસ કરીને વાલીઓને જે પ્રશ્નો છે. અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેમાટે અમે પ્રયત્નો કરીએ છીએ.Dpડેનીશ પટેલ (નોર્થસ્ટાર સ્કુલના ચેરમેન અને આર.કે. યુનિ.માં એકઝીકયુટીવ વાઈસ પ્રેસીડેન્ટ) સેલ્ફ ફાઈનાન્સ એસો. દ્વારા જે વાર્ષિક સભા થતી હોય છે.તેના આ વખતે અને હોસ્ટ છીએ. આજે અહી દરેક સંચાલકો આવેલ છે. અને સ્કુલ લેવલે શુું ઈમ્પ્રુવમેન્ટ થઈ શકે તે માટે અહી એસો.નો વાર્ષિક અહેવાલ રજૂ થશે. દરેક લોકો એકબીજાને ઓળખે તે માટે અને નેટવર્કિંગ માટે અમે હોસ્ટ બન્યા છીએ.Bv હું વિદ્યાર્થીઓને એક જ વાત કહીશ કે એજયુકેશનને સ્ટ્રેસ હોવાને બદલે જો પોતાનું પેશન માનશે તો તે એજયુકેશનને એન્જોય કરી શકશે. વેકરીયા ભાવેશ (સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણના પ્રમુખ) આજે આ સભામાં અમે જસદણના તમામ સભ્યો ૬૦ જેટલી સ્કુલોના સભ્યો અહી ઉપસ્થિત છીએ અને હંમેશા માટે જે નિર્ણય રાજકોટ મંડળ કરે છે તેની સાથે અમે જોડાયેલા છીએ.

આજે જસદણથી ૬૦ વ્યકિતઓ હાજર છીએ આજની સભા એટલે છેકે આવનારા સમયમાં શિક્ષણનીતિ કેવી હોવી જોઈએ અને શિક્ષણમાં સુધારા તેમજ ગત વર્ષનાં હિસાબો રજૂ કરવામાં આવશે અને અત્યારે જે ફી નિયમન ચાલે છે. તેની સામે જે કાંઈ અડચણો હતી તે ‚પે સરકારને દરેક કાર્યોમાં સહકાર આપ્યો છે તે બાબતે આ મીટીંગનું આયોજન કરાયુંં છે. અને ફી બાબતે જે કોર્ટ માન્ય નિર્ણય આવશે તે અમને દરેકને માન્ય રહેશે.

નટુભાઈ ભાલાડા (ગોંડલ તાલુકા સ્વનિર્ભર શાળાના પ્રેસીડેન્ટ)Nbગોંડલમાં ૪૫ થી ૫૦ સ્વનિર્ભર શાળા છે. જેના મોટાભાગનાં સભ્યો અહી ઉપસ્થિત છીએ. રાજકોટ સેલ્ફાઈનાન્સ સ્કુલની મીટીંગમાં અમે જોડાયેલા છીએ તાલુકા કક્ષાએ પેરેન્ટસ ઓછા એજયુકેટેડ હોય છે. અને શિક્ષણ અત્યારે ૩૫ વર્ષજુનું ચાલે છે. જે ગોખણીયું કહેવાય અને જો શકય હોય તો વિચારલક્ષી કરવું જોઈએ જે ફોરેઈનમાં ચાલે છે. તેના માટે ગવર્મેન્ટે શિક્ષણની ડિઝાઈનમાં સુધારા કરવા જ‚રી છે.

અત્યારે જે યાદશકિત આધારિત શિક્ષણ છે. તેને વિચારશકિત આધારીત શિક્ષણમાં બદલવાની જ‚ર છે. જેના માટે સરકારે ફોરેઈનના કન્સેપ્ટો લઈ આગળ પગલા ભરવા જોઈએ. અને ગવર્મેન્ટે જે ફી નકકી કરેલી છે. તે કોઈકાળે શકય નતી અને અત્યારે એક વિદ્યાર્થી પાછળ ૩૫૦૦૦થી ૩૮૦૦૦ ખર્ચ થાય છે. અને અમને ૧૫૦૦૦, ૨૫૦૦૦ આપવાની વાત કરે છે. જો ૧૫૦૦૦માં શિક્ષણ આપવાની વાત થાય તો ગુણવતાયુકત શિક્ષણ આપવું શકય નથી અને તે બાળકના ભવિષ્ય સાથે ચેડા થાય છે.

અજયભાઈ પટેલ (સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રેસીડેન્ટ)Apદર વર્ષે જે સાધારણ સભા યોજાય છે તેમાં આખા વર્ષનો વાર્ષિક અહેવાલ આપવાનો હોય છે. અને મંડળે શું કામગીરી કરી છે. તેનો અહેવાલ આપવાનો હોય છે. મંડળમાંથી કોઈ મેમ્બરને કાંઈ પ્રશ્ર્ન હોય તો તે બાબતે ચર્ચા કરવાની હોય છે.

એજયુકેશન માટે હું તો કહું છું કે રજાના દિવસે પણ વિદ્યાર્થી શાળાએ આવવા માટે ઉત્સુક હોય અને પ્રેકટીકલ નોલેજ વધારે હોય અને ઈત્તર પ્રવૃત્તિઓમાં શિક્ષણ આપવામાં આવે તે બેસ્ટ એજયુકેશન છે.

અવધેશ કાનગડ (શુભમ સ્કુલ અને રાજકોટ જિલ્લા સેલ્ફ ફાઈનાન્સ એસો. મહામંત્રી) આજની સભામાં મંડળના સંચાલકો હાજર રહેવાના છે. અને આ એસો. સ્ટ્રોંગ છે. અને દરેક મેમ્બર ખૂબ એકટીવ છે. અને અલગ અલગ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં સેલ્ફ ફાઈનાન્સ સ્કુલો દ્વારા સારામાં સારી કવોલિટી શિક્ષણ આપવામા આવે છે. અને રાજકોટ જિલ્લાનું શિક્ષણ ગુજરાતમાં મોખરે છે.Jbજતીન ભરાડ (ગુજરાત રાજય મહામંડળ ઉપપ્રમુખ) અભારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની દર વર્ષે સાધારણ સભા હોય છે, જેમાં અત્યાર સુધીનાં થયેલ કાર્યોની ચર્ચા કરીએ છીએ.

એજયુકેશનમાં અમારા લેવલે ઘણા બધા સુધારાઓ થઈ રહ્યા છે. અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને આગળ વધે અને અન્ય પ્રવૃત્તિમાં રસ લેતો થાય તે અમારો ઉદેશ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.