Abtak Media Google News

સફારી પાર્કમાં ફુડકોર્ટ, બસ સફારી, લાર્જ પાર્કિંગ એરિયા, સેનિટેશન સહિતની સુવિધાઓ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.અમરેલી તા. 26 સપ્ટેમ્બર,2023 (મંગળવાર) ભારતમાં ગુજરાત રાજ્ય તેની આગવી શૈલી અને સંસ્કૃકતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્પહન સંસ્કૃટતિથી શરૂ કરીને આધુનિક યુગના આજ દિન સુધીનો ભવ્ય  ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્કૃ3તિનો સ્પાર્શ કરાવે છે. 4500 વર્ષથી પણ વધુ સમયનો ભવ્ય  ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્કૃિતિક સભ્યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્ય  પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્વીરય ઇમારતો આવેલી છે. ગુજરાત આ ઉપરાંત પ્રાકૃત્તિક દ્રષ્ટિએ પણ સમૃદ્ધ રાજ્ય છે. અહીં ગાંડી ગીર અને ડાંગના જંગલો છે,જે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે,

ગીરના ડાલામથ્થા સાવજ, દીપડા, ચીકારા, નીલગાય સહિતના વન્યજીવ આંબરડી પાર્કની શાતામાં કરે છે અભિવૃધ્ધિ

સમગ્ર વિશ્વમાં દર આજે  વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. પ્રવાસન દેશના અર્થતંત્રમાં અનેક પ્રકારે યોગદાન આપે છે. પ્રવાસન થકી સ્થાનિકોને રોજગાર પણ પ્રાપ્ત થાય છે. આજે ગુજરાતમાં ગીર વન્યજીવ અભ્યારણ્ય, સ્ટેચ્યુ ઓફ યુનિટી,  શિવરાજપુર બીચ સહિતના પ્રવાસન સ્થળો ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવી રહ્યા છે. વર્ષ 2023માં સમગ્ર વિશ્વ  ઝજ્ઞીશિતળ ફક્ષમ ૠયિયક્ષ ઈંક્ષદયતળિંયક્ષિં ને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ જેવા લક્ષ્યાંકો તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં પ્રવાસન ઉદ્યોગ સતત વિકસિત થઈ રહ્યો છે.

અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોમાંનું એક પ્રવાસન સ્થળ છે. આ સફારી પાર્ક સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાતી અને  સ્થાનિક વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને ટેકો આપતી શેત્રુંજી નદીના કાંઠે અંદાજિત 365 હેક્ટર વિસ્તારમાં પથરાયેલ છે. આ સફારી પાર્કમાં ગર્જના કરતાં ગીરના ડાલામથ્થા હાવજ (સિંહ), દીપડા, ચીંકારા, નીલગાય, ચિતલ, ગુરખ સહિતના વન્યજીવ અને પક્ષીઓ આંબરડી સફારી પાર્કની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને પ્રવાસીઓમાં આકર્ષણ જન્માવી રહ્યા છે. આ સફારી પાર્કમાં ફુડકોર્ટ, બસ સફારી, લાર્જ પાર્કિંગ એરિયા, સેનિટેશન સહિતની સુવિધાઓ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. દર વર્ષે 50 હજારથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈને ગીરની પ્રકૃત્તિનો અને સિંહ દર્શનનો આહ્લાદક આનંદ માણે છે. આ સફારી પાર્ક મંગળવારના સિવાયના તમામ દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.