Abtak Media Google News

બસ માં બેઠેલા મુસાફરો અને ટ્રક ડ્રાઈવર નો આબાદ બચાવ…

અમરેલી તાલુકા ના મોટા ગોખરાવાળા ગામે આજે સવારે 5:15 કલાકે  સાવરકુંડલા તરફથી આવતો અને બોટાદ જતો સિમેન્ટ ભરેલો ૠઉં 18 અઞ 9820 નંબર નો ટ્રક બસ સ્ટોપ પર ઉભેલી સા.કુંડલા રાજકોટ સા.કુંડલા ૠઉં પ457 નંબર ની એસટી બસના પાછળના ભાગે અથડાઈને વીજપોલ અને ટેલિફોન પોલ  સાથે અથડાઈ ઉભો રહી ગયો હતો સદ નસીબે બસમાં બેઠેલા તમામ મુસાફરો નો પણ આબાદ બચાવ થયો છે

ટ્રક ડ્રાઈવર ના કહેવા પ્રમાણે સામેથી ટ્રક ઓવર સ્પીડ માં આવતો હતો સામે એસટી બસ મુસાફરોને લેવા માટે ગોખરવાળા બસસ્ટેનડ ઉપર ઊભી હતી સામેથી ટ્રક આવતા જોઈ ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા પહેલા એસટી બસ સાથે અથડાઈ અને પછી વીજપોલ અને ટેલિફોન થાંભલા સાથે અથડાઈ અને ઉભો રહી ગયો હતો શનિવાર હોવાના કારણે ત્યાં મુસાફરો ઓછા હતા નહોતો મોટી જાન હાની થવાની શક્યતા હતી.

અવાર નવાર થતા આવા અકસ્માત ને નિવારવા માટે ગામમાં સ્પીડ બ્રેકર ની ઘણીવાર માંગણી ગામ દ્વારા કરવામાં આવી છે છતાં પણ તંત્રના ધ્યાનમાં આં વાત આવતી નથી ગામમાં રોડ પર બે શાળાઓ આંગણવાડી આવેલી છે  ઓવર સ્પીડ માં આવતા ભારે વાહનો બાળકો આવતા જતા હોય છે જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહીછે જેને ટાળવા માટે અહી સ્પીડ બ્રેકર્સ બનાવે તેવી ગામ લોકોની માંગ છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.