Abtak Media Google News

ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્‍લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્‍લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.૧૭ નાને કોઇ અજાણ્‍યા શખ્‍સો  લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.૩૫ લાખની માંગણી કરેલ હતી. સદરહું બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તત્‍કાલીન એલ.સી.બી. ટીમ દ્વારા રૂષીકેશના મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્‍દ્ર ધનશ્‍યામભાઇ ભટ્ટ રે.લીલીયા, હાલ.રે.સુરત તથા તેના મિત્ર વિજય શામજીભાઇ ધામત, રહે.સુરત વાળાઓ ને ટેકલ કરતાં જાણવા મળેલ કે રવિન્દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનો પ્‍લાન કર્યો હતો.

Img 20180629 Wa0011 બનાવના દિવસે રવિન્‍દ્ર અને વિજયએ તેમની એપોલો કારમાં લીલીયા મુકામે ગૌશાળા નજીકથી રૂષીકેષનું અપહરણ કરેલ અને રૂષીના મમ્‍મીનો રૂષિના ફોનમા ફોન આવતા રવિન્‍દ્રએ ફોન રિસીવ કરેલ અને રૂષીને મુક્ત કરવાના બદલામાં રૂ.૩૫ લાખની માંગણી કરેલી રૂષીએ તેના મમ્‍મીને તેનુ કીડનેપીંગ થયાની વાત કરેલી. રોહીશાળા ગામ પાસે થી ગઢડા તરફ ના રસ્‍તે ગાડી જવા દઇ અને બે ગામ ગયા પછી એક દરગાહ આવે છે તેની પાસે એક તળાવ આવેલ હોય તે તળાવ પાસે ગાડી ઉભી રાખી રૂષીને ડેકીમાંથી બહાર કાઢી બાવળની ઝાડીમાં લઇ જઇ રૂષીને વિજયે પકડી રાખેલ અને રવિન્‍દ્રએ પોતાની પાસેની છરીના ચાર પાંચ ઘા છાતીમા તથા વાસાના ભાગે મારી રૂષીકેશની હત્યા કરેલ હોવાનું જાણવા મળતાં આ અંગે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં.૧૪/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૬૪(ક), ૩૦૨, ૧૨૦(બી) મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો.

Img 20180629 Wa0012 1જે ગુન્‍હાના કામે આરોપીઓ (૧) રવિ ઘનશ્યામભાઇ ભટ્ટ (ર) વિજય શામજીભાઇ ધામત (૩) જગદીશ શામજીભાઇ ધામત અને (૪) કિશન ઉર્ફે કાનો સુરેશભાઇ દવે એમ કુલ ચાર આરોપીઓની ઘરપકડ કરવામાં આવેલ હતી. આ ચારેય આરોપીઓ વિરૂધ્‍ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું. અને આ ચારેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે અમરેલી જીલ્‍લા  જેલમાં હતાં. આ કામે અમરેલી સેશન્‍સ કોર્ટ ખાતે કેસ ચાલુ હોય તે દરમ્‍યાન આરોપીઓ વિરૂધ્‍ધ સજ્જડ પુરાવાઓ હોય અને આરોપીઓને સજા પડે તેમ હોય જેથી ઉપરોક્ત પૈકીના આરોપી વિજય શામજીભાઇ ધામતને નામ.ગુજરાત હાઇકોર્ટમાં થી દિન-૧૫ વચગાળાની જામીન રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્ત થયા બાદ તા.૧૨/૦૨/૧૬ ના રોજ અમરેલી જેલમાં હાજર થવાનું હતુ પરંતુ જેલમાં હાજર થયેલ નહીં. અને છેલ્‍લા બે-અઢી વર્ષથી નાસતો ફરતો હતો.

આ વચગાળાની જામીન રજા પરથી નાસતા ફરતા આરોપી વિજય શામજીભાઇ ધામત, ઉં.વ.૨૧, રહે.મુળ.મોટા લીલીયા, હાલ.સુરત, મોટા વરાછા, સીટી પેલેસ એપાર્ટમેન્‍ટ, ડી-૨૦૧ વાળાને સુરત કામરેજ ચાર રસ્‍તા મુકામેથી ચોક્કસ બાતમી આધારે ઝડપી લઇ બે અઢી વર્ષથી નાસતા ફરતા કાચા કામના કેદીને પકડી પાડવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.