Abtak Media Google News

દ્વારકામાં સનાતન સેવા મંડળ સંચાલિત હિરજીબાપા માધ્યમિક શાળામાં તા.૨૨મી જુનના રોજ શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવમાં અતિથિ વિશેષ તરીકે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી.ડુડીયા ઉપસ્થિત રહ્યા હતા.

Img 20180622 083148સનાતન સેવા મંડળના સ્વામી કેશવાનંદજીએ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

પ્રવેશોત્સવમાં હિરજીબાપા મા.શાળા સાથે આવળપરા પ્રા.શાળા તથા વોર્ડ નં.૩ની નવ આંગણવાડી પણ જોડાયેલ અને નવા બાળકોને પ્રવેશ આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય વી.ડી.ગોજીયા તથા એસ.જે.ત્રિવેદી વિ.એ. જહેમત ઉઠાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.