Abtak Media Google News

રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક 500ને વટાવી ચૂક્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના 20 જિલ્લાઓને ઝપટમાં લીધા છે. આજે ગુજરાતમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ 538 દર્દીઓ થયા છે.

જ્યારે વધુ બે મોત સાથે મૃત્યુઆંક 26એ પહોંચ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લોકડાઉન અંગે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાતમાં લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે
જાહેરાત કરવામાં આવશે.

આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.