Abtak Media Google News

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં શુક્રવારે એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.ગુલાબનગર વિસ્તારમાં પહેલા ઢાળિયા નજીક, સામેના ભાગમાં શિવ કોમ્પ્લેક્ષ નામની કોમર્શીયલ ઈમારત આવેલી છે. આ ઈમારતમાં સ્ટેટ બેંકના એટીએમની પણ દુકાન છે.

શુક્રવારે કોઈ અજાણ્યો શખ્સ આ એટીએમમાં ઘુસી ગયેલો અને એટીએમના ચોકકસ હિસ્સાને કાપવાનો પ્રયત્ન કરેલો અને એ રીતે ચોરીનો પ્રયાસ કરેલો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ જતા બાદમાં આ શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો. સ્ટેટ બેંકના અધિકારીઓ અને સિટી એ ડિવીઝનના પીઆઈ કે.આર.સકસેનાની સુચના પ્રમાણે ત્યાં પહોંચેલા સ્ટાફે ઘટના સ્થળનું તેમજ સીસીટીવી કેમેરા વગેરેનું નિરીક્ષણ કરી આરોપી સુધી પહોંચવા તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.