Abtak Media Google News

પ્રમુખ પરેશ ગજેરાની આગેવાનીમાં ક્રેડાઇ ગુજરાતની બોર્ડ મીટીંગ પણ યોજાશે

મીટીંગમાં ગુજરાતભરના નામાંકિત બિલ્ડરો ઉ૫સ્થિત રહેશે

ધીરુભાઇના હસાયરા સાથે મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન

રાજકોટ બિલ્ડીંગ ક્ષેત્રની અગ્રીમ કક્ષાની સંસ્થા ક્રેડાઇ રાજકોટ બિલ્ડીંગ એસોસીએશન (આર.બી.એ.) દ્વારા આગામી ર૧મીએ સાંજે ૬ કલાકે કલાસીક પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ પરેશભાઇ ગજેરાની આગેવાનીમાં એન્યુલ જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિસ્તૃત વિગત આપવા ક્રેડાઇ આરબીએના સેક્રેટરી સુજીતભાઇ ઉદાણી, ટ્રેઝરર જીતુભાઇ કોઠારી અને ઉપપ્રમુખ ધ્રુવીક પટેલે અબતક ની શુભેચ્છા મુલાકાત લીધી છે.

ક્રેડાઇ આરબીએ દ્વારા આગામી ર૧મીએ સાંજે ૬ કલાકે કલાસીક પાર્ટી પ્લોટ, અવધ રોડ ખાતે એન્યુલ જનરલ મીટીંગ યોજાશે. ક્રેડાઇ ગુજરાતના પ્રમુખ પરેશભાઇ ગજેરાની અઘ્યક્ષતામાં યોજાનાર આ મીટીંગમાં રાજકોટ સહીત ગુજરાતભરમાં નામાંકિત બિલ્ડરો ઉપસ્થિત રહેશે. બહારગામના બિલ્ડરો તા.ર૦મીએ જ રાજકોટ પહોંચી જશે. આ ઉપરાંત તા.ર૧મીએ બપોરે ૩ કલાકે ક્રેડાઇ ગુજરાત બોર્ડની મીટીંગ પણ યોજાનાર છે. બેઠકમાં સૌરાષ્ટ્રનાં જુનાગઢ, અમરેલી, જામનગર તથા ભાવનગરના બિલ્ડરોને મુંઝવતા પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આઉપરાંત મોરબી અને અમરેલીમાં બિલ્ડરોને સાથે રાખી નવા ચેપ્ટરની સ્થાપના કરી એસોસીએશનને વધુ મજબુત બનાવવાની દીશામાં કાર્ય કરાશે. તેઓને પણ તા.ર૧મીના રોજ યોજનાર કાર્યક્રમમાં હાજર રહેવા  નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.