Abtak Media Google News

બેંગ્લોર, મુંબઈ અને લુધીયાણામાં સેલેરી એમ્પ્લોયના આઈટીઆરમાં ખોટી વિગતો છતી થતા આવકવેરા વિભાગ હરકતમાં: ટેકસચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે

ઈન્કમ ટેકસ રીટર્ન ન ભરનારા કરદાતાઓ સામે આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે તો ખોટું રીટર્ન થઈ ન જાય તેમ કરદાતાઓને ચેતવણી પણ આપી છે. જણાવી દઈએ કે, બેંગ્લોર, મુંબઈ અને લુધિયાણામાં રીટર્નમાં અજાણી ભુલને નામે મોટી છેતરપિંડીઓના કેસ સામે આવતા આઈટી વિભાગે આ પ્રકારે સુચનાઓ જારી કરી છે. એડવાઈઝરી દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સ મુજબ રીટર્નમાં ખોટી વિગતો દર્શાવવી એ આઈટી એકટ અંતર્ગત ગુનો ગણાશે અને જે-તે કરદાતાઓને આકરી સજા ફટકારશે. એક વરીષ્ઠ ટેકસમેને કહ્યું કે, ત્રણ શહેરોમાં સેલેરી એમ્પલોઈના આઈટી રીટર્નમાં ગોટાળા છતા થયા છે. જેમણે આઈટી રીટર્નમાં જે તેમની સંપતી નથી તેનો પણ ઉલ્લેખ કરેલ છે. જેથી તેને ટેકસ બેનીફીટ મળી શકે પરંતુ આવા લોકોને ચલાવી લેવાશે નહીં.

આઈટી અધિકારીઓએ જણાવ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી રીટર્નમાં કરવામાં આવેલા દાવાઓને ઓથોરીટીની મદદથી ટ્રેક કરાયા અને ટેકસમાંથી બચવાના આવા લોકોના દાવા ખોટા સાબિત કરાયા છે. જેની સામે એકશન લેવાશે. બેંગલોર, મુંબઈ અને લુધિયાણામાં ટેકસચોરીના બનાવને પગલે આવકવેરા વિભાગે તમામ કરદાતાઓને સચોટ કર્યા છે કે, અજાણી રીતે પણ આઈટી રીટર્નમાં કોઈ ભુલ ન આવે તે ખાસ ધ્યાન રાખવું નહિંતર આ માટે જવાબદાર કરદાતાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.