Abtak Media Google News

ગણેશ ચોથના દિવસે દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે

આ ધર્મસ્થાને પાકાં પથ્થરમાંથી જળાશય બાંધેલ છે, જયાં બારે માસ પાણી રહે છે

જોગાસર તળાવે બિરાજમાન ગણપતિના મહોત્સવ દરમિયાન અહીં દર વર્ષે મેળો ભરાય છે, આ વર્ષે કોરોનાને કારણે મોકુફ

સુરેન્દ્રનગર જિલ્લા ના  ધ્રાંગધ્રા શહેર માં જોગાસર તળાવ પર આવેલ બસો વર્ષ જુના એકદંતા ગણપતિએ ગણેશ ઉત્સવ માં દશઁન કરવાનુ અનેરુ મહત્વ રહેલું છે

Advertisement

અને  ત્યાં લોકોની મનો કામના પુણઁ થતી હોવાથી દશઁનાથી ઓનો માનવ મેહરામણ ઉમટી પડે છે ધ્રાંગધ્રા ના જોગાસર તળાવ પર બસો વર્ષ પહેલાં રાજવી મહારાજા રણમલસિહજી એ આ મંદિર બંધાવેલ  ત્યારે અહી દેવી દેવતા સાથે એકદંતા ગણપતિનુ મંદીર પણ બંધાવામાં આવેલુ  છે આ પ્રકારની  ગણેશજીની મુતિઁ ભારત દેશ માં માત્ર બે જ જગ્યા એ બિરાજમાન છે એક સુરેન્દ્રનગર જિલ્લા ના   ધ્રાંગધ્રા શહેર માં જોગાસર તળાવ પર અને બીજી હૈદરાબાદ  ખાતે  બિરાજમાન છે.

ગણેશ ઉત્સવ માં એકદંતા ગણેશ ઉત્સવ નું દર્શન કરવાનું  અનેરુ મહત્વ છે અહીંયા અનેક રાજ્યો માંથી અને જિલ્લાઓ માંથી લોકો દર્શન કરવા આવે છે     ગણેશચોથ  ના દિવસે ભક્તો નું મહેરામણ ઉમટી પડે છે  ધ્રાંગધ્રા ખાતે આવેલ એક ગણેશજીના દશઁન કરવા માટે વહેલી સવારથી દુર દુર થી  દશઁનાથી ઉમટી પડે  છે અને દશઁનાથી ઓની ભીડ જામે છે ત્યારે  ગણેશજીને લાડુ અને પ્રસાદ ચડાવા માટે દશઁનાથી ઓની લાંબી લાઈનો લાગે છે ત્યારે આ અંગે ગણેશજીના ભક્તો દ્વારા કહેવાય છે કે જો કોઈ કુંવારી ક્ધયા અહીંયા ૧૧ દિવસ પગ માં પગરખાં પહેર્યા વગર આવે તો એની મન ની મનોકામનાઓ પૂર્ણ થાય છે  એકદંતા ગણેશજીની મુતિઁ દેશમાં  માત્ર બે જ જગ્યા એ હોવાથી લોકો દર્શન માટે દૂર દૂર થી આવે છે  ધ્રાંગધ્રા ના  ગણેશ ના દશઁન કરવાથી મનોકામના પુણઁ થતી હોવા થી ગણેશ ઉત્સવ માં  દશઁન કરવાનુ અનેરુ મહત્વ છે . તેમજ જોગાસર તળાવ બહાર મેળો ભરાઇ છે પણ હાલ કોરોના કહેર ને કારણે મોકુફ  રાખવા માં આવ્યો છે ગણેશજી ની મૂર્તિ ૨૦૦વર્ષ થી પણ જૂની છે અને અતિ પૌરાણિક છે અહીં   ગણેશજી પોતાના પરિવાર સાથે બિરાજેલ છે  ગણેશજી એ પોતાના ગળા માં સર્પો ની માળા પહેરેલ છે  ધ્રાંગધ્રા ની ધરા પથ્થર માંટે પણ બવ વખણાય છે અને આ મૂર્તિ પણ એક પથ્થર માંથી બનાવેલ છે અને આખી મૂર્તિ બિરાજમાન કરેલ છે મૂર્તિ ની સાઈઝ ૮.૭” ઈંચ ઊંચી અને ૬ ફૂટ પોહળી છે પાકાં પથ્થર માંથી બાજુ માં જળાશય બનાવેલ છે  જ્યાં બારે માસ આ જળાશય માં પાણી રહે છે

૨૦૦ વષઁ પેહલા રાજા રણમલસિહજી એ જોગાસર તળાવ અને મંદિર બનાવ્યુ હતું લોકવાયકા મુજબ અહીંયા દર્શન કરવાથી મન ની મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે કુંવારી ક્ધયા ને મન ગમતો સંગાથ પ્રાપ્ત થાય છે દેશ મા એક માત્ર જમણી સુંઢ અને એકદંતા ગણપતી જોગાસર તળાવ પર ૨૦૦ વષઁ પેહલા રાજવી રણમલસિહજી દ્વારા જો તળાવ અને મંદીર બનાવામાં આવ્યુ હતુ તળાવ ફરતે બાંધકામ કરાવામા આવ્યુ હતુ જેથી લોકો ત્યાં હરી ફરી શકે જોગાસર ફરતે ગણપતિજીના મંદીર સાથે અનેક દેવીદેવતાના મંદીર પણ છે

જોગાસર ફરતે ગણેશજી ના મંદીર સાથે શંકર ભગવાન. શકિત મા, રાધા કૃષ્ણ, લક્ષ્મીજી, અનપુણાઁમાતાજી, કુબેરભંડારીજી સહીત અનેક દેવી દેવતાઓ ના મંદીરો આવેલા છે ત્યા લોકો દશઁન સાથે હરફરવા માટે આવે છે હાલ ધ્રાંગધ્રા ના સિનિયર સિટીજનો દ્વારા અને નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન પણ ચલાવામાં આવે છે અને આ જળાશય ની સંભાળ રાખવા માં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.