Abtak Media Google News

જીવન અને સંબંધોમાં પ્રેમએ માહત્વનો ભાગ ભજવે  છે.  જો પ્રેમના ન હોય જીવનમાં તો હાસ્ય અને ખુશીની અનુભૂતિ અશક્ય હોય છે. એવી રીતે અંગો શરીરમાં થતી ક્રિયાઆનો આધાર સ્તંભ છે. આંગદાન એટલે જ્યારે એક વ્યક્તિનું અંગ બીજામાં રિપ્લેસ કરવામાં આવે છે તો બીજા વ્યક્તિને નવું જીવનદાન પ્રાપ્ત થાય છે. તેથી વ્યક્તિને પુનર જન્મ મળે છે . અંગોના દાતા અંગ પ્રત્યારોપણ કરનાર વ્યક્તિના જીવનમાં ભગવાનની ભૂમિકા ભજવે છે. આજના દિવસ નિમેતે દરેક મનુષ્યએ જીવનમાં આંગદાનનો પ્રણ લેવા જોઇયે. કારણ આંગદાન એ મહાદાન કહેવાય છે. જો મનુષય જીવન માં એક અંગ દાન કરે તો ઘણા લોકોના જીવ બચાવી શકે છે. 

અંગદાન થી લોકોને નવું  જીવન મળે છે , બીજાને એક મદદ થાય છે. લોકોને રીબર્થ ની અનુભૂતિ થાય છે અને સંસાર સતત આગળ વધે  છે. જીવનમાં કઈ મફત નથી મળતું પણ જો મનુષય ધારે તો નવું જીવન પોતાના થકી  બીજાને આપી શકે છે.  અંગ દાન બે પ્રકાર ના હોય છે જેમાં પહેલું છે શરીરના અંગો નું દાન અને બીજા ક્રમે આવે પેશીયો નું દાન જેમાં ચામડી, કોરનેય, બોન મરરો, હાર્ટ વલવેસ જેવી પેશિયો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જ્યારે એક વ્યક્તિ પોતાનું એક અંગદાન કરે ત્યારે ૮ જીવનું પુન : નિર્માણ થાય છે. દરેક વ્યક્તિ ૮ અંગો દાન આપી શકે છે. જેમાં ૨ કિડની , હ્રદય ,૨ ફેફસા ,લિવર , આતરડા , સ્વાદુપિંડ , યકૃત અંગોનું દાન કરી શકે છે. 

ભારત માં ૧૯૬૭ કેમ હોસ્પિટલ બોમ્બે ખાતે સૌ પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. ૧૯૪૪ દિલ્લી એમ્સ ખાતે હ્રદય ટ્રાન્સપ્લાન્ટ થયેલું હતું ૧૯૯૫ માં મલ્ટિ ઓર્ગન અપોલો ચેન્નઈ હોસ્પિટલ ખાતે થયું હતું . ૧૯૯૮ માં મદ્રાસ હોસ્પિટલ ખાતે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ થયું અને ૧૯૯૯ માં અમદાવાદ ખાતે સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ હતું.  યુ. એ. સ ના ૯૫ % લોકો આ કર્યાને પ્રોત્સાહન પણ ૫૮ % લોકો આમાં ભાગ લે છે. ભારતમાં દર વર્ષ ઓછામાં ઓછા 5 લાખથી વધુ ભારતીયો તેમના મુખ્ય કાર્યકારી અંગોની નિષ્ફળતાને લીધે દર વર્ષે મરી રહ્યા છે. હાલના એક સર્વે પ્રમાણે ભારતના ૭૪ % લોકો અંગદાન પોતાના મૃત્યુ બાદ કરવા માંગે છે. ભારત માં ૦.૩૪ એક મિલ્યન પર લોકો અંગદાન કરે છે. ૧૯૬૫ ભારત ના કેરેલાના માણસ  એ પોતાની કિડની સોં પ્રથમ વાર  ટ્રાન્સપ્લાન્ટકિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ બોમ્બે ખાતે કરવી હતી. ભારતમાં “નોટો” નામક સરકારે એક સંસ્થા જનરલ હેલ્થ સર્વિસ મિનિસ્ટ્રી ઓફ ઈન્ડિયા દ્વારા  સ્થાપવામાં આવી હતી.આ સંસ્થા  એનટીટીઓના નેશનલ નેટવર્ક ડિવિઝન ઓલ ઈન્ડિયા પ્રવૃત્તિઓ માટે સંકલન અને નેટવર્કિંગની પ્રવૃત્તિઓ અને અંગો અને પેશીઓના વિતરણ અને નેટવર્ક અને અંગોની રજિસ્ટ્રીની રજિસ્ટ્રી અને દેશમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશનના સર્વોચ્ચ કેન્દ્ર તરીકે કાર્ય કરશે. ટૂંક સમયમાં સંભવિત રીતે ઓર્ગેના ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા આપવા અને રાષ્ટ્રીય રજિસ્ટ્રી વિકસાવવા અને પ્રકાશિત કરવા ડેટા એકત્રિત કરવા માટે નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. તો જીવન માં અંગો નું દાન કરવું મહત્વ છે તેના થકી મનુષ્ય બીજા મનુષ્યને જીવન દાન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.