Abtak Media Google News
  • .CSR ફંડમાંથી પોલીસને આ રીતે મોટર સાયકલ ખરીદી આપવાનો પહેલો દાખલો 
  • લોકોની સલામતી માટે પેટ્રોલીંગ હાથ ધરાશે 

અંજાર ન્યૂઝ : અંજાર પોલીસ સ્ટેશનને ત્રણ લોકલ કંપનીઓ તરફથી CSR ફંડમાંથી લોકોની સલામતી તથા પેટ્રોલિંગ માટે આઠ બાઈક કંપનીમાંથી આપવામાં આવી છે.CSR ફંડમાંથી પોલીસને આ રીતે મોટર સાયકલ ખરીદી આપવાનો દાખલો પહેલો છે. જેમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઇ એસ.ડી સિસોદિયાનો પ્રયત્ન મહત્વનો રહ્યો હતો.

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પૂર્વ કચ્છમાં સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે. પરિણામે ચોરી-લૂટફાંટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. અંજારમાં પણ પોલીસકર્મી ચોવીસે કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે.જનતાને કોઇ પણ પ્રકારની સહાય અને સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે. તથા પ્રજાના અથાગ વિશ્વાસથી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરી રહ્યા છે.

રાત્રી દરમિયાન પણ પોલીસની ગાડીઓ સતત પેટ્રોલીગ દ્વારા હાઇવે પર બાજ નજર રાખે છે. ત્યારે હવે પોલીસ દ્વારા બાઇકો સાથે સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવશે. કંપનીઓ જેવી કે રાહુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી 3,ઓઝોન પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી 2 અને B.N વેલફેર ફાઉન્ડેશન દ્વારા 3 એમ કુલ 8 બાઈકની ફાળવણી કરી હતી.
અંજાર પીઆઇ એસ.ડી સિસોદિયાએ વધુમાં જણાવ્યું કે,કંપનીઓ દ્વારા કરાયેલી- દરખાસ્ત સંદર્ભે અંજાર DySP મુકેશ ચૌધરી અને SP સાગર બાગમારે DGP વિકાસ સહાયની પૂર્વમંજૂરી મેળવી હતી. તમામ બાઈકનું સરકારી ધોરણે રજિસ્ટ્રેશન કરાયું છે.

ભારતી માખીજાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.