Abtak Media Google News

એસ.પી. મનોહરસિંહજીની હાઇ કંટ્રોલરૂમમાં સતત બાજ નજર

વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ દેશ-વિદેશના યાત્રિકો, પ્રવાસીઓ, ભાવિકોના આગમનને અનુલક્ષી જીલ્લા ગીર સોમનાથ પોલીસ વડા દર્શનાર્થીઓની શ્રધ્ધા-સન્માન જળવાઇ રહે અને સાથોસાથ મંદિર અને ભાવિકોની સુરક્ષા-સલામતી જળવાઇ રહે તે માટે પ્રોટોકલ મુજબ જડબેસલાક તથા લોકો સાથે વિનયી-સહકારભર્યું વાણી-વર્તન રીત સમો પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે.

Advertisement

સ્થાનિક કક્ષાએ બંદોબસ્ત વિગત જાણવા અગવડ પડતાં માનવીય સંવેદનશીલ અને સદ્ગ્રહસ્થ વિવેકી અને કાયદાના કડક રખેવાળ એવા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાએ ટેલીફોનિક મોબાઇલથી માહિતી આપવા સહકાર દાખવી જણાવ્યું કે સોમનાથ મંદિર ખાતે 500થી વધારે પોલીસ જવાનો ફરજ કાર્યરત કરાયા છે.

જેમાં 12 પીએસઆઇ, 3 પીઆઇ, 2 ડીવાયએસપી અને બોડી વોર્ન કેમેરા સાથેના પોલીસ જવાનો પ્રથમ વખત કાર્યરત છે. જો કે સોમનાથ મંદિર સુરક્ષા શ્રાવણ બંદોબસ્ત અંગે મોડેથી માહિતી અપાયેલ જેનો સાભાર ઉલ્લેખ સોમનાથ મંદિર ડીવાયએસપી-1, પીઆઇ-2, પીએસઆઇ-4, પોલીસ જેન્ટ્સ 47, મહિલા પોલીસ-44, 100 મહિલા-જેન્ટ્સ પોલીસ જીઆરડી જવાનો, બીડીડીએસ 8 જવાનો, ક્યુઆરટી-9, માઉન્ટેડ હોર્ષ-2, ડોગ સ્કવોડ-2, કાયમી એસઆરપી-47, ઉપરાંત બે કંપની વધારાના 26, હેન્ડ મેટલ ડીટેક્ટર-20, વોકીટોકી-22, ડીએફએમડી-6, બોડીવોર્ન કેમેરા-5, તુરંત જ વાહન માટે 2 ડ્રાઇવર પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ.એ.એમ.મકવાણાએ જીલ્લા પોલીસ વડા માર્ગદર્શન હેઠળ મંદિર બહારથી છે કે શંખચંક્ર, ત્રિવેણી, જાહેર સ્થળોએ બંદોબસ્ત ગોઠવેલ છે. જે મુજબ એસ.પી.-1, ડીવાયએસપી-1, પીઆઇ-1, 6 પીએસઆઇ, પોલીસ 116, હોમગાર્ડ ટીઆરબી-107 કુલ 231 જીલ્લાના તમામ પોલીસ મથકોમાં પવિત્ર શ્રાવણ માસ પોલીસ બંદોબસ્ત ફાળવાયેલ છે.

માસ્ટર ઓફ જર્નાલીઝમ ગોલ્ડ મેડલીસ્ટ જીલ્લાના વિવિધ મથકોમાં પ્રશંસનીય કામગીરી બજાવી

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ-પાટણ મહિલા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ.આર.એચ.મારૂએ ચાર્જ સંભાળ્યો. અમરેલી જીલ્લાના સાવરકુંડલા વતની તેઓ એમ.એ.બી.એડ. ઉપરાંત માસ્ટર ઓફ જર્નાલીઝમ ગોલ્ડ મેડલીસ્ટ છે. આ અગાઉ સુરત, રાંદેર, પ્રભાસ-પાટણ, ગીર સોમનાથ, એસ.ઓ.જી., તાલાલા વિગેરે સ્થળોએ મહત્વના ગુન્હાઓ ઉકેલ, ગેરકાનૂની પ્રવૃત્તિઓ પકડવાની નોંધપાત્ર કામગીરીઓ બજાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.