Abtak Media Google News

ગુજકેટની પરિક્ષા આપવા જતાં બનેલી ઘટના

ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની પરિવારજનોને સાંત્વના

હળવદ તાલુકામાં રાયસંગપર પરથી હળવદ જવાના રસ્તે વોકળામાં પિતા-પુત્ર તણાઈ ગયા હતા. આ બનાવ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વિટ કરી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે. તેમજ રાજ્ય સરકાર વતી રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરી છે.

ગત તા. ૨૩ અને ૨૪ના ભારે વરસાદ દરમિયાન હળવદ ના રાયસંગપર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી (ઉ.વ. ૪૫) અને તેમનો પુત્ર અશ્વિન ઉર્ફે શ્રીપાલ નારાયણભાઈ દલવાડી (ઉ.વ.૧૮) અને તેમનો ભત્રીજો જીગો આ ત્રણેય રાયસંપુર થી હળવદ ગુજકેટની પરીક્ષા માટે આવતા હોય આ દરમિયાન નારાયણભાઈ અને તેમનો પુત્ર અશ્વિન ઉર્ફે શ્રીપાલ વોકળામાં તણાયા હતા. બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટ કરી મૃતક પિતા-પુત્રના કુટુંબીજનોને સંવેદના પાઠવી છે. તેમજ રાજ્ય સરકાર વતી રૂ. ૪ લાખની રોકડ સહાયની જાહેરાત કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.