Abtak Media Google News

રાજકોટ જિલ્લાના ધોરાજી સુપેડી ખાતે રાજકોટ જિલ્લા  ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ વી.ડી.પટેલ, જયસુખભાઈ ઠેસિયા, વિઠ્ઠલભાઈ હીરપરા, હરકિશનભાઈ માવાણી, કાંતિભાઈ જાગાણી, ધોરાજી તાલુકા પ્રમુખ રમેશભાઈ મકાતી, તાલુકા મહામંત્રી જનકસિંહ જાડેજા, રાજુભાઈ ડાંગર તથા વિનુભાઈ માથુકીયા, નીલેશભાઈ કણસાગરા, વિજયભાઈ બાબરિયા, મનીષભાઈ કંડોળીયા, કે.પી. માવાણી, નીતિનભાઈ જાગાણી, અતુલભાઈ જાલાવડીયા, તુષારભાઈ ડઢાણીયા ના પ્રયાસોથી તથા તેમની ઉપસ્થિતિમાં ધોરાજી સુપેડી વિસ્તારના વર્ષોથી કોંગ્રેસના અગ્રણી અને કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટણી લડતા આવેલ સુભાષભાઈ માકડીયાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો કેશરીઓ ખેશ ધારણ કરીને ભાજપમા જોડાયા હતા. રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયાએ તેઓને કેશરીઓ ખેસ પહેરાવી ભાજપમા પ્રવેશ કરાવ્યો હતો.

Advertisement

સુભાષભાઈ માકડીયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને અનેક વખત તાલુકા પચાયતના સભ્ય રહી ચૂકેલા સુભાષભાઈ માકડીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે વિકાસની કોઈ દિશા નથી.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રીના વડપણ હેઠળની ભાજપ સરકારએ પ્રજાલક્ષી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવીને પ્રજાનો અને રાજ્યનો દેશનો ખૂબ વિકાસ કર્યો છે. શુભાષભાઈ માકડીયા આજે ભાજપમાં જોડાયા અને તેમની સાથે તેમનો મોટો સમર્થક વર્ગ પણ ભાજપમાં જોડાતા ધોરાજી વિસ્તારમાં કોંગ્રેસના ગઢમા કાંગરા ખરી જાતા ધોરાજી વિસ્તાર ભ્રષ્ટાચારી કોંગ્રેસ મુક્ત ધોરાજી બનેલ છે.

રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા જિલ્લા ભાજપના તમામ આગેવાનોએ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.